તાતા મોટર્સ, વીપ્રો, પાવરગ્રીડ, લાર્સન સહિતની બ્લૂચીપ્સમાં સંગીન સુધારો
375 પોઇન્ટની વોલેટિલિટી, સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 60000 ક્રોસ
નિફ્ટી 17700ની નજીક પહોંચ્યો, રેટ સેન્સિટિવ સ્ટોક્સમાં સુધારાની ચાલ
12 એપ્રિલે ટીસીએસ અને 13 એપ્રિલે ઇન્ફીના રિઝલ્ટ્સ ઉપર રહેશે બજારની ચાલનો આધાર
અમદાવાદ, 10 એપ્રિલઃ ભારતીય શેરબજારોમાં સળંગ છઠ્ઠા દિવસે પણ ધીમા સુધારાની ચાલ આગળ વધવા સાથે છ દિવસમાં સેન્સેક્સે 2232 પોઇન્ટની રાહત રેલી નોંધાવી છે. એટલું જ નહિં, સોમવારે માર્કેટ કોન્ફિડેન્સ પાછો ફર્યો હોય. તેમ સેન્સેક્સે 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ ક્રોસ કરી હતી. પરંતુ ટકી શકી નહોતી. દિવસના અંતે સેન્સેક્સ 13.54 પોઇન્ટન મામૂલી સુધારા સાથે 59846.51 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
સેન્સેક્સ | 30 | 17 | 13 |
બીએસઇ | 3781 | 1955 | 1669 |
26 પોઇન્ટના ગેપઅપ સાથે ખુલેલો સેન્સેક્સ ફર્સ્ટ હાફમાં એક તબક્કે આગલાં બંધની સરખામણીએ 67 પોઇન્ટ ઘટ્યો હતો. પરંતુ સેકન્ડ હાફની શરૂઆતમાં 276 પોઇન્ટ સુધર્યો હતો. દિવસ દરમિયાન 375 પોઇન્ટની વોલેટિલિટીના અંતે 14 પોઇન્ટનો નોમિનલ સુધારો નોંધાવ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ ઇન્ટ્રા-ડે 17694 પોઇન્ટ થયા બાદ છેલ્લે 25 પોઇન્ટના સુધારા સાથે 17624.05 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
સેન્સેક્સની દિવસ દરમિયાન વોલેટિલિટી
આગલો બંધ | 59833 | — |
ખુલ્યો | 59859 | +26 |
વધી | 60109 | +276 |
ઘટી | 57766 | -67 |
બંધ | 59847 | +14 |
રેટ સેન્સિટિવ રિયાલ્ટી, ઓઇલ-ગેસ, પાવર,ઓટો શેર્સમાં સુધારાની ચાલ
આરબીઆઇ દ્વારા રેપોરેટ યથાવત્ રાખ્યાની જાહેરાતના પગલે રેટ સેન્સિટિવ સેક્ટર્સના શેર્સમાં સુધારાની આગેકૂચ જોવા મળી હતી. ખાસ કરીને રિયાલ્ટી ઇન્ડેક્સ 4.17 ટકા ઊછળ્યો હતો. જ્યારે પાવર 1.56 ટકા, ઓઇલ ગેસ 1.18 ટકા, ઓટો ઇન્ડેક્સ 1.23 ટકા સુધર્યા હતા. તો આઇટી 0.83 ટકા અને ટેકનોલોજી ઇન્ડેક્સ 0.74 ટકા સુધર્યા હતા.
સળંગ છ દિવસની રાહત રેલીમાં સેન્સેક્સ +2232 પોઇન્ટ્સ
Date | Open | High | Low | Close |
28/03/2023 | 57,751.50 | 57,949.45 | 57,494.91 | 57,613.72 |
29/03/2023 | 57,572.08 | 58,124.20 | 57,524.32 | 57,960.09 |
31/03/2023 | 58,273.86 | 59,068.47 | 58,273.86 | 58,991.52 |
3/04/2023 | 59,131.16 | 59,204.82 | 58,793.08 | 59,106.44 |
5/04/2023 | 59,094.71 | 59,747.12 | 59,094.40 | 59,689.31 |
6/04/2023 | 59,627.01 | 59,950.06 | 59,520.12 | 59,832.97 |
10/4/2023 | 59,858.98 | 60,109.11 | 59,766.23 | 59,846.51 |