આઈટી ઈન્ડસ્ટ્રીના તમામ વર્ટિકલ્સ અને બજારમાં અમારી સેવાઓની માગ મજબૂત રહેતાં કંપનીએ ટકાઉ ગ્રોથ નોંધાવ્યો છે. ટ્રાન્સફોર્મેશનની પહેલો, ક્લાઉડ માઈગ્રેશન, આઉટસોર્સિંગ જોડાણો સહિત અમે મજબૂત ઓર્ડર બુક સાથે પડકારો વચ્ચે આગળ વધી રહ્યા છીએ. - રાજેશ ગોપીનાથન, CEO-MD, TCS Ltd.

અમદાવાદ

દેશની ટોચની આઈટી કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં બિનઅપેક્ષિત પરિણામ આપી આઈટી ઈન્ડસ્ટ્રી પ્રત્યે આશાનું કિરણ દર્શાવ્યું છે. વૈશ્વિક મંદીની સૌથી વધુ અસર ભારતીય આઈટી ઈન્ડસ્ટ્રી પર થઈ હતી. કંપનીએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂ. 10465 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે 9653 કરોડ સામે 10 ટકા વધ્યો છે. કુલ આવકો 17.29 ટકા વધી રૂ. 56274 કરોડ (રૂ. 47978 કરોડ) થઈ છે.

શેરદીઠ રૂ. 8 ડિવિડન્ડઃ કંપનીએ બીજુ વચગાળાનું ડિવિડન્ડ જારી કર્યું છે. રોકાણકારને શેરદીઠ રૂ. 8 ડિવિડન્ડ પેટે મળશે.

શેરદીઠ કમાણી વધીઃ કંપનીની શેરદીઠ કમાણી (EPS) નજીવી વધી રૂ. 28.51 નોંધાઈ હતી. જે ગતવર્ષે 26.02 હતી. બીએસઈ ખાતે શેર 1.84 ટકા સુધારા સાથે 3121.20 પર બંધ રહ્યો હતો.

ટીસીએસની આકર્ષક ડિવિડન્ડ પોલિસી અને રિટર્ન

દેશની ટોચની આઈટી કંપની ટીસીએસની ડિવિડન્ડ પોલિસી હંમેશાની જેમ આકર્ષક હોય છે. તેમજ રિટર્ન મામલે પણ ડબલ ડિજિટ ગ્રોથ નોંધાતો હોવાથી રોકાણકારને લોંગ ટર્મ વ્યૂહ સાથે રોકાણ કરવા સલાહ વિવિધ બ્રોકરેજ હાઉસ આપી રહ્યા છે.

કંપની પરિણામ એક નજરે

વિગતસપ્ટેમ્બર-22 સપ્ટેમ્બર-21
કુલ આવકો56274 47978
ચોખ્ખો નફો104659653 
EPS28.5126.02

કંપનીનો છટણી દર 22 ટકા

આઈટી સર્વિસિઝ ફર્મનો છટણી દર જૂલાઈથી સપ્ટેમ્બર દરમિયાન વધી 21.5 ટકા નોંધાયો હતો. જે ગતવર્ષે સમાનગાળામાં 19.7 ટકા હતો. વધુમાં નવા 9840 કર્મચારીઓની ભરતી સાથે કુલ વર્કફોર્સ 616171 થયો છે. કંપનીમાં 35.07 ટકા મહિલા કર્મચારી છે.