Technical view: નિફ્ટીએ 18100 પોઇન્ટનો સપોર્ટ ગુમાવ્યો
અમદાવાદઃ કેલેન્ડર વર્ષના પ્રથમ બે દિવસનો સુધારો એક દિવસમાં ધોવાયાની સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારો ફરી પાછાં કરેક્શન મોડમાં આવ્યા હોવાનો માહોલ સર્જાયો છે. યૂએસ ફેડની મિનિટ્સ અગાઉ સાવચેતીના સૂર વચ્ચે સેન્સેક્સ 637 પોઇન્ટ ઘટી ગયો હતો. જ્યારે નિફ્ટી 18050 પોઇન્ટની નીચે બંધ રહ્યો હતો. BSE સેન્સેક્સ ઉપરમાં 61,327.21 અને નીચામાં 60,593.56 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 636.75 પોઈન્ટ્સ અથવા 1.04 ટકા ગગડીને 60,657.45 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 18,243.00 અને નીચામાં18,020.60 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 202.00 પોઈન્ટ્સ અથવા 1.11 ટકા ઘટીને 18,030.55 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
સ્થાનિક શેરબજારોમાં મેટલ, પાવર, ઓઈલ-ગેસ અને રિયલ્ટી શેરોમાં તીવ્ર વેચવાલીનું પ્રેશર રહ્યું હતું. યુએસ ફેડ ફરી એકવાર વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા, ચીનમાં કોવિડ ક્રાઇસિસમાં વધારો જેવા પરિબળોથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું છે.
મેટલ, પાવર, રિયલ્ટી, ઓઈલ-ગેસ, ટેલીકોમ, બેન્ક, ફાઈનાન્શિયલ, આઈટી અને ટેકનો શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી આજે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.97 ટકા અને 0.79 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
માર્કેટબ્રેડ્થ નેગેટિવ
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
સેન્સેક્સ | 30 | 3 | 27 |
3627 | 1136 | 2351 |
સેન્સેક્સ પેકની સ્થિતિ એક નજરે
BSE સેન્સેક્સ પેકમાં મારુતિમાં 0.22 ટકાનો સુધારો નોંધાયો હતો. ટાટા સ્ટીલમાં 2.32 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ, પાવરગ્રીડ, ઈન્ફોસિસ, વિપ્રો, એચડીએફસી બેન્ક, રિલાયન્સ અને ઈન્ડસઈન્ડ બેન્કનો સમાવેશ થાય છે. NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ ડિવિસલેબના શેરમાં 1.09 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં મારુતિ, એચડીએફસી લાઈફ, આઈશર મોટર્સ અને ડો રેડીઝ લેબનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ જેએસડબલ્યૂ સ્ટીલના શેરમાં 4.16 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, ઓએનજીસી અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે.
બીએસઇ ખાતે સુધરેલાં શેર્સ
Security | LTP (₹) | Change | % Ch. |
SURYAROSNI | 544.95 | +29.80 | +5.78 |
PRSMJOHNSN | 111.35 | +8.25 | +8.00 |
CARBORUNIV | 929.75 | +42.00 | +4.73 |
NFL | 76.00 | +3.30 | +4.54 |
JINDWORLD | 460.75 | +24.50 | +5.62 |
બીએસઇ ખાતે ઘટેલાં શેર્સ
Security | LTP (₹) | Change | % Change |
LLOYDSME | 243.15 | -11.90 | -4.67 |
LLOYDSTEEL | 16.75 | -0.80 | -4.56 |
BESTAGRO | 1,465.35 | -69.15 | -4.51 |
IFCI | 13.87 | -0.65 | -4.48 |
KIOCL | 217.30 | -10.15 | -4.46 |