નવી મુંબઇમાં અદાણી એરપોર્ટસ હસ્તક ટર્મિનલ-1 ડિસેમ્બર સુધીમાં કાર્યાન્વિત થઇ જશે
મુંબઇ, 9 જૂન: ભારતના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર અને અદાણી સમુહની કંપની અદાણી એરપોર્ટ સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે અદ્યતન ડિજિટલ ટેક્નોલોજી અપનાવીને એરપોર્ટસને નવા રંગ રુપથી સજાવી રહી છે. અદાણી સમૂહે ગયા ઓગષ્ટ માસમાં મુંબઇ એરપોર્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. કંપની ડિસેમ્બર ૨૦૨૪ની શરૂઆતમાં ભારતની આર્થિક રાજધાનીમાં બીજાં એરપોર્ટ માટેની કામગીરી કરી રહી છે. અદાણી સમૂહ ૨૦૩૨ સુધીમાં વાર્ષિક નવ કરોડ પ્રવાસીઓ અને ૨૫ લાખ ટન કાર્ગોની ભાવિ ક્ષમતાને પહોંચી વળવા માટે તબક્કાવાર એરપોર્ટનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખશે.
સ્થળ અને પ્રવાસી નાગરીકો સાથેના નાતાની દ્રષ્ટીએ એરપોર્ટ પૂણેની બહારથી 2 કલાકના મોટરેબલ, થાણે અને મુંબઈથી 1 કલાકના અંતરે અને અલીબાગથી દોઢ કલાકના અંતરે આવેલું છે. આ એરપોર્ટ અનેક મહત્વપૂર્ણ કેચમેન્ટ વિસ્તારો અને વસ્તીને જોડે છે. ડિસેમ્બર સુધીમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવનાર MTHL બ્રિજ શરુ થતાં દક્ષિણ મુંબઈથી માત્ર ૨૨ મિનિટમાં એરપોર્ટ પહોંચવાનું શક્ય બનાવશે.
નવા ટર્મિનલને ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધાઓથી સજ્જ કરાશે
ટર્મિનલ ૧ની ડિઝાઇન એવી કરવામાં આવી છે કે મુસાફરો માટે સેલ્ફ ચેક-ઇન અને બેગ ડ્રોપ, ઓટોમેટેડ ટ્રે રિટ્રાઇવલ સાથે સુરક્ષા સ્ક્રીનીંગ લેન, ચહેરાની ઓળખ માટે ઇ-ગેટ્સ અને અન્ય ટચલેસ ઉકેલો સાથે મલ્ટિલેવલ ટર્મિનલ ૧ આધુનિક પેસેન્જર સુવિધાઓ ધરાવે છે. ટર્મિનલમાંથી પસાર થતા પ્રવાસીઓનો પ્રવાહ સરળ, કાર્યક્ષમ અને ઓછામાં ઓછા વૉકિંગ ડિસ્ટન્સ સાથે સાહજિક બનાવવાનું કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં ઓછી શારીરિક ક્ષમતા ધરાવતા પ્રવાસીઓ માટે તેનો ઉપયોગ સરળ બની રહે અને તેમની વિશેષ જરૂરિયાતો પૂરી પાડી શકાય તેવી ખેવના રાખીને ટર્મિનલ1 ની ડિઝાઇન કરવામાં આવી છે.