મુંબઇ, 19 ઓગસ્ટઃ ટિપ્સ મ્યુઝિક લિમિટેડે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક સંગીત વારસામાં તેની હાજરીને વિસ્તારતા સ્ટુડિયો રાધાનું સંપૂર્ણ મ્યુઝિક કેટલોગ હસ્તગત કર્યું છે. આ હસ્તાંતરણ પ્રાદેશિક બજારોમાં ટિપ્સ મ્યુઝિકના વ્યૂહાત્મક વિસ્તરણને દર્શાવે છે અને ભારતીય તથા વૈશ્વિક દર્શકો સુધી સમકાલિન પહોંચ સાથેની અસલ મૂળ પરંપરાઓ પહોંચતી કરે છે.

ભક્તિ સંગીત, લોક સંગીત અને સાંસ્કૃતિક વાતો સાથે 4,000થી વધુ પરંપરાગત ગીતોના તેના વ્યાપક કલેક્શન માટે જાણીતો સ્ટુડિયો રાધા ટિપ્સ મ્યુઝિકના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં ડાયનેમિક, વારસાથી સમૃદ્ધ કેટલોક ઉમેરે છે, પ્રાદેશિક ભારતીય સંગીતમાં તેની સ્થિતિ મજબૂત બનાવે છે અને નવી ડિજિટલ સ્ટ્રીમિંગ તથા ગ્લોબલ પબ્લિશિંગ તકોની ખોજ કરે છે.

મ્યુઝિક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કુમાર તૌરાનીએ જણાવ્યું કે આપણી સંસ્કૃતિના મૂળબૂત અવાજ ધરાવતું આ હસ્તાંતરણ એ ભારતના વાઇબ્રન્ટ પ્રાદેશિક સંગીત બજારોમાં અમારી હાજરીન વધુ મજબૂત બનાવવા માટેની વ્યૂહાત્મક પહેલ છે. આ અભૂતપૂર્વ વારસાને જાળવવા ઉપરાંત અમારું લક્ષ્ય અમારા આધુનિક ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેવાનું અને વિશ્વભરના નવી પેઢીના શ્રોતાઓને મનપસંદ ગીતો રજૂ કરવાનું છે. આ ટાઇમલેસ અપીલ ધરાવતા ઉચ્ચ ગુણવત્તાના તથા વૈવિધ્યસભર કન્ટેન્ટમાં રોકાણ કરવાની અમારી બિઝનેસ સ્ટ્રેટેજી સાથે યોગ્ય રીતે સંકલિત છે.

સ્ટુડિયો રાધા કેટલોગ તમામ મોટા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ તથા ટિપ્સ મ્યુઝિક બેનર હેઠળની ડિજિટલ સર્વિસીઝ પર ઉપલબ્ધ કરાવાશે જે સુનિશ્ચિત કરશે કે આ સાંસ્કૃતિક ગીતો વિશ્વભરના સંગીતપ્રેમીઓ સુધી પહોંચે.