ટોર્ક મોટર્સે અમદાવાદમાં એક્સપિરિયન્સ ઝોન સાથે ગુજરાતમાં 3જું સેન્ટર ખોલ્યું
અમદાવાદ, 21 જૂનઃ ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ઉત્પાદક ટોર્ક મોટર્સે ગુજરાતમાં અમદાવાદ ખાતે તેના નવા એક્સપિરિયન્સ ઝોનનું ઉદ્ઘાટન કર્યું છે. નવરંગપુરા વિસ્તારમાં કોમર્સ કોલેજ રોડ નજીક સ્વપ્નિલ 5 કોમ્પ્લેક્સ ખાતે આવેલી આ 3S ફેસિલિટી બ્રાન્ડની KRATOS-R મોટરસાઇકલ રજૂ કરાશે અને આ પ્રદેશમાં ગ્રાહકોને સેલ્સ અને આફ્ટર સેલ્સ સર્વિસીઝ પૂરી પાડશે. સુરત અને રાજકોટ સેન્ટર્સ ઉપરાંત આ નવો એક્સપિરિયન્સ ઝોન ગુજરાત રાજ્યમાં કંપનીનો ત્રીજો ટચપોઈન્ટ છે. આ પ્રસંગે ટોર્ક મોટર્સના સ્થાપક (Founder) અને સીઈઓ (CEO) કપિલ શેલ્કેએ જણાવ્યું કે, આ પ્રદેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સની વધતી જતી માંગ, નોંધપાત્ર કસ્ટમર બેઝ ઉપરાંત ટકાઉ અને ક્લિન મોબિલિટી સોલ્યુશન્સમાં વધી રહેલા રસના લીધે અમદાવાદ ખૂબ જ મહત્વનું છે. ટોર્ક મોટર્સે વર્ષ 2022માં તેની ફ્લેગશિપ મોટરસાઇકલ KRATOS-R લોન્ચ કરી હતી. તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ વર્ષની શરૂઆતમાં ઓટો એક્સ્પોમાં બ્રાન્ડે નોંધપાત્ર ફેરફારો સાથે નવી KRATOS-R રજૂ કરી હતી. આ મોટરસાઇકલ હવે સંપૂર્ણ બ્લેક મોટર અને બેટરી પેક સાથે સ્ટાઇલિશ ડેકલ્સ અને ફાસ્ટ ચાર્જિંગ પોર્ટ ધરાવે છે. આ મોટરસાઇકલ પાંચ ટ્રેન્ડી રંગોમાં ઉપલબ્ધ છે, જેમાં ગ્રે હ્યુસ (Grey Hues) સાથે નવા જેટ બ્લેકનો (Jet Black) સમાવેશ થાય છે. દર મહિને રૂ. 2,999/-* જેટલી ઓછી રકમના શરૂ થતા ઈએમઆઈ વિકલ્પો સાથે ટોર્ક મોટર્સે KRATOS-Rને સૌના માટે સુલભ બનાવવા અગ્રણી નાણાંકીય સંસ્થાઓ સાથે સહયોગ કર્યો છે. હાલના ગ્રાહકો ડિફરન્સની રકમ ચૂકવીને તેમની વર્તમાન મોટરસાઇકલને પણ અપગ્રેડ કરી શકે છે. ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ www.booking.torkmotors.com પર જઈને તેમની KRATOS-R ઓનલાઈન બુક કરી શકે છે.