TORRENT GROUPના U.N.M. ફાઉન્ડેશન દ્વારા સર્વાંગી ન્યુરો -પુનર્વસન સેન્ટર “સંકલન”નું અનાવરણ કરાયું
અમદાવાદ,17 ઓક્ટોબર,: ન્યુરો રિહેબિલિટેશનની સુલભતા સુનિશ્ચિત કરવાની દિશામાં નોધપાત્ર પગલુ ભરતાં ટોરેન્ટ ગ્રુપના U.N.M. ફાઉન્ડેશન દ્વારા રવિવારે અમદાવાદમાં એક અત્યાધુનિક ન્યુરો પુનર્વસન સુવિધા સેન્ટર “સંકલન”નું અનાવરણ કરવામાં આવ્યું. 3૦,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સેન્ટરમાં મોટાભાગે સમાજના વંચિત વર્ગના જરૂરિયાતમંદ દર્દીઓને સેવાઓ પુરી પાડવામાં આવશે.
ન્યુરો રિહેબિલિટેશનના ભવિષ્યને રિડિફાઈન કરવા માટે રચાયેલ, સંકલન એક અનોખા મોડેલને અનુસરે છે, જે મલ્ટીપલ થેરાપિસ, અભિગમો અને શાખાઓને સર્વાંગી સારવાર, રિકવરી અને સંભાળ માટે એક માળખામાં એકીકૃત કરે છે. સંકલન એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની ઈચ્છાશક્તિ સાથે શરૂ કરવામાં આવ્યુ છે, જ્યાં સારવાર મેળવેલ ન્યુરોલોજીકલ પડકારો ધરાવતા વ્યક્તિઓ ગતિશીલતા, સંદેશાવ્યવહાર અને જ્ઞાનાત્મક કુશળતા પુનઃ પ્રાપ્ત કરે અને ખુશી, ગૌરવ સાથે, કાર્ય પર પરત ફરવા, તેમજ સામાજિક જીવનની શક્યતાઓને પુનઃ પ્રાપ્ત કરી શકે.

UNM ફાઉન્ડેશનના હેલ્થકેર ઇનિશિયેટિવ્સના વડા ડૉ. ચૈતન્ય દત્તે જણાવ્યું કે, “સંકલન ખાતે અમારો ઉદ્દેશ્ય એવા મુદ્દાઓનું વ્યાપક મૂલ્યાંકન કરવાનો છે, કે જેને સંબોધિત કરવાની જરૂર છે, જેથી વ્યક્તિની માનસિક અને શારીરિક ક્ષમતાઓને શક્ય તેટલી વધુ અને ઘટના પહેલાની સ્થિતિમાં પુનઃસ્થાપિત કરી શકાય. આ કેન્દ્રનું નામ – સંકલન, એક સહિયારા ઉદ્દેશ્ય તરફ એકસાથે કામ કરતા વિવિધ શાખાઓના સમૂહને દર્શાવે છે. “સંકલન” એ ન્યુરોલોજીકલ પુનર્વસનમાં એક નવા પ્રકરણની શરૂઆત છે.”

ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર જિનલ મહેતાએ જણાવ્યું કે, “સંકલન” વિજ્ઞાન, કરુણા અને ટેકનોલોજીને જોડે છે અને ન્યુરોલોજીકલ પડકારો ધરાવતા વ્યક્તિઓને તેમની સ્વતંત્રતા અને ગૌરવ પાછું મેળવવામાં મદદ કરવાના પ્રયાસ કરશે. આ અદ્યતન હોલિસ્ટિક ન્યુરો રિહેબિલિટેશન સેન્ટર, ન્યુરો રિહેબિલિટેશનના ક્ષેત્રમાં અમે જે કરવા માંગીએ છીએ તેનો એક પાયલોટ પ્રોજેક્ટ છે.
આગળ વધતા અને પ્રારંભિક શિક્ષણના આધારે, UNM ફાઉન્ડેશન અમદાવાદમાં સાયન્સ સિટી રોડ નજીક 3.5 એકરમાં ફેલાયેલું એક સંપૂર્ણ પુનર્વસન કેન્દ્ર વિકસાવવાની યોજના ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
