ટોરેન્ટ ફાર્માએ Q3 FY24 માટે આવકોમાં 10 ટકા અને ચોખ્ખા નફામાં 52 ટકા વૃદ્ધિ નોંધાવી
અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ ટોરન્ટ જૂથની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સે Q3 FY24 માટે આવકો 10 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2732 કરોડ નોંધાવી છે. કંપનીનો કર પછી ચોખ્ખો નફો 52 ટકા વધી રૂ. 443 કરોડ નોંધાયો છે.
ભારત ખાતે કંપનીની આવકો 12 ટકા વધી રૂ. 1415 કરોડ થઇ છે. સાથે સાથે મજબૂત નવા લોન્ચ પણ હાથ ધર્યા હતા. કંપનીની બ્રાઝિલની આવક રૂ. 312 કરોડની હતી, જેમાં 26%નો વધારો થયો હતો. જેમાં 2022માં ચાર લોન્ચ અને 2023માં ત્રણ લોંચ તેમજ તેની કામગીરી દ્વારા વૃદ્ધિને સારી મદદ મળી હતી.
કંપનીની જર્મનીની આવક રૂ. 270 કરોડ, 12% વધી છે. જ્યારે અમેરીકા ખાતેની આવકો રૂ. 274 કરોડ, 6% ઘટી હતી. કંપની દ્રારા ત્રિમાસિક દરમિયાન, 2 ANDA મંજૂર કરવામાં આવી હતી અને 1 ANDA ફાઇલ કરવામાં આવી હતી.
ટોરન્ટ ફાર્મા એ રૂ. 9,600 કરોડથી વધુની વાર્ષિક આવક સાથે ટોરેન્ટ ફાર્માની મુખ્ય કંપની છે. કંપની 50+ દેશોમાં હાજરી ધરાવે છે. બ્રાઝિલ અને જર્મની. ટોરેન્ટ પાસે 8 ઉત્પાદન સુવિધાઓ છે, જેમાંથી 5 યુએસએફડીએ માન્ય છે. કંપની અત્યાધુનિક R&D ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની ક્ષમતાઓ આશરે 750+ વૈજ્ઞાનિકોને રોજગારી આપે છે.
ભારત ખાતે કંપનીની આવકો 12 ટકા વધી રૂ. 1415 કરોડ થઇ છે. સાથે સાથે મજબૂત નવા લોન્ચ પણ હાથ ધર્યા હતા. કંપનીની બ્રાઝિલની આવક રૂ. 312 કરોડની હતી, જેમાં 26%નો વધારો થયો હતો. જેમાં 2022માં ચાર લોન્ચ અને 2023માં ત્રણ લોંચ તેમજ તેની કામગીરી દ્વારા વૃદ્ધિને સારી મદદ મળી હતી.
કંપનીની જર્મનીની આવક રૂ. 270 કરોડ, 12% વધી છે. જ્યારે અમેરીકા ખાતેની આવકો રૂ. 274 કરોડ, 6% ઘટી હતી. કંપની દ્રારા ત્રિમાસિક દરમિયાન, 2 ANDA મંજૂર કરવામાં આવી હતી અને 1 ANDA ફાઇલ કરવામાં આવી હતી.
ટોરન્ટ ફાર્મા એ રૂ. 9,600 કરોડથી વધુની વાર્ષિક આવક સાથે ટોરેન્ટ ફાર્માની મુખ્ય કંપની છે. ટોરેન્ટ ગ્રૂપ, રૂ. 37,000 કરોડથી વધુની જૂથની આવક સાથે ભારતમાં 5માં ક્રમે છે. કંપની 50+ દેશોમાં હાજરી ધરાવે છે. બ્રાઝિલ અને જર્મની. ટોરેન્ટ પાસે 8 ઉત્પાદન સુવિધાઓ છે, જેમાંથી 5 યુએસએફડીએ માન્ય છે. કંપની અત્યાધુનિક R&D ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની ક્ષમતાઓ આશરે 750+ વૈજ્ઞાનિકોને રોજગારી આપે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)