ટોરેન્ટ પાવરને મહારાષ્ટ્રમાં 306 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ એનાયત
મુંબઇ, 8 માર્ચ: મહારાષ્ટ્રમાં 48 સ્થળો ઉપર 306 મેગાવોટના ગ્રીડ-કનેક્ટેડ સોલર પાવર પ્રોજેક્ટની સ્થાપના માટે ટોરેન્ટ પાવર લિમિટેડ સફળ બિડર તરીકે ઉભરી આવ્યું છે અને તેને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) તરફથી લેટર ઓફ એવોર્ડ એનાયત થયો છે.
કંપની મહારાષ્ટ્રમાં નાસિક આસપાસના વિસ્તારોમાં આ પ્રોજેક્ટ હાથ ધરશે. પ્રોજેક્ટ માટેના ટેરિફ 25 વર્ષ માટે રૂ. 3.10/kWh રહેશે. કંપનીને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી તરફથી લેટર ઓફ એવોર્ડ (LOA) મળ્યો છે. મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રીસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) તરફથી આ લેટર ઓફ એવોર્ડ મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે એનાયત થયો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)