Tracxn ટેકનોલોજીસનો IPO તા. 10 ઓક્ટોબરે ખુલશેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 75-80
ઇશ્યૂ ખૂલશે | 10 ઓક્ટોબર |
ઇશ્યૂ બંધ થશે | 12 ઓક્ટોબર |
ન્યૂનતમ એપ્લિકેશન | 185 શેર્સ અને 185ના ગુણાંકમાં |
ફ્લોર પ્રાઇસ | ફેસવેલ્યૂની 75 ગણી |
કેપપ્રાઇસ | 80 ગણી |
બુક રનિંગ મેનેજર | IIFL સિક્યોરિટીઝ |
ઈસ્યુ રજિસ્ટ્રાર | લિંક ઈન્ટાઈમ ઈન્ડિયા |
લિસ્ટિંગ | એનએસઇ, બીએસઇ |
કંપનીના પ્રમોટર્સ | નેહા સિંઘ અને અભિષેક ગોયલ |
અમદાવાદ: બેંગલુરુ સ્થિત પ્રાઈવેટ માર્કેટ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ Tracxn ટેકનોલોજીસ લિમિટેડ શેરદીઠ રૂ. 75-80ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 38672208 ઈક્વિટી શેરની વેચાણ ઓફર સાથે તા. 10 ઓક્ટોબરના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીનો IPO તા. 12 ઓક્ટોબરના રોજ બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 185 ઈક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 185 ઈક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.
કંપનીની કામગીરી વિશે
- Tracxn ટેકનોલોજીસ, ખાનગી કંપનીના ડેટા માટે અગ્રણી વૈશ્વિક માર્કેટ ઇન્ટેલિજન્સ પ્રદાતાઓમાંની એક છે
- તે માર્કેટ કંપનીઓના ડેટા પૂરા પાડતી વૈશ્વિક સ્તરે ટોચની પાંચ કંપનીઓમાં સ્થાન ધરાવે છે
- કંપની એસેટ લાઈટ બિઝનેસ મોડલ ધરાવે છે અને સર્વિસ બેઝ્ડ (“SaaS”) પ્લેટફોર્મ તરીકે સોફ્ટવેર સંચાલિત કરે છે.
- Tracxn એ 662 મિલિયન વેબ ડોમેઈન્સને સ્કેન અને નેટવર્ક્સમાં વર્ગિકૃત થયેલ 2003 ફીડ્સમાં 1.84 મિલિયન કંપનીઓનો પ્રોફાઈલ કર્યો છે.
કંપનીમાં ટોચના ઉદ્યોગપતિઓનું રોકાણ
નેહા સિંઘ અને અભિષેક ગોયલ દ્વારા 2012માં સ્થાપવામાં આવેલી કંપની Tracxnને રતન ટાટા, NRJN ફેમિલી ટ્રસ્ટ, નીરજ અરોરા, સચિન બંસલ, બિન્ની બંસલ, અમિત રંજન, ગીરીશ માથરુબૂથમ, આનંદ રાજારામન, અમિત સિંઘલ અને આશિષ ગુપ્તા, ઈલેવેશન કેપિટલ, એક્સેલ પાર્ટનર્સ, સેક્વોઈયા કેપિટલ, પ્રાઈમ વેન્ચર પાર્ટનર્સ અને KB ઈન્વેસ્ટમેન્ટ્સ તરફથી રોકાણ મળ્યા છે.
કંપનીની નાણાકીય કામગીરી અંગે
વિગત | 30-Jun-22 | 30-Jun-21 | 31-Mar-22 | 31-Mar-21 | 31-Mar-20 |
Total Assets | 56.78 | 49.93 | 54.01 | 48.46 | 52.38 |
Total Revenue | 19.08 | 15.44 | 65.16 | 55.74 | 6.31 |
Profit After Tax | 0.923 | -0.837775 | -4.852 | -4.152 | -54.826 |
Net Worth | 22.98 | 22.04 | 20.64 | 22.22 | -135.24 |
Reserves | 12.95 | 21.14 | 10.61 | 21.32 | -135.44 |
(આંકડા રૂ. કરોડમાં)
રિટેલ રોકાણકારો 13 લોટ સુધી અરજી કરી શકશે
Application | Lots | Shares | Amount |
Retail (Min) | 1 | 185 | ₹14,800 |
Retail (Max) | 13 | 2405 | ₹192,400 |