ઋણ લેનાર મહિલાઓમાં વાર્ષિક ધોરણે 42 ટકાનો વધારો જોવાયો

છેલ્લા છ વર્ષમાં વ્યવસાયના હેતુઓ માટે ઋણ લેતી મહિલાઓ દ્વારા ખોલાવાતા ખાતાની સંખ્યામાં ચાર ગણો વધારો થયો
મુંબઈ, 4 માર્ચ: ભારતમાં વધુને વધુ મહિલાઓ ધિરાણ લઈ રહી છે અને વધુને વધુ મહિલાઓ સક્રિયપણે તેમના ક્રેડિટ સ્કોર્સ અને રિપોર્ટ્સ1ને ચકાસી રહી છે. ટ્રાન્સયુનિયન સિબિલ, નીતિ આયોગના વિમેન આંત્રપ્રિન્યોરશિપ ફોરમ (WEP) અને માઇક્રોસેવ કન્સલ્ટિંગ (MSC) દ્વારા પ્રસિદ્ધ કરાયેલા મહિલાઓ અને રિટેલ ક્રેડિટ2 પરના વાર્ષિક અહેવાલ “From Borrowers to Builders: Women’s Role in India’s Financial Growth Story” માં આવી કેટલીક મહત્વની બબાતો જાણવા મળી છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ ભારતમાં ઋણ લેનારી 27 મિલિયન મહિલાઓએ ડિસેમ્બર 2024માં સક્રિયપણે તેમની ક્રેડિટ ચકાસી રહી હતી જે ડિસેમ્બર 2023માં લગભગ 19 મિલિયન મહિલાઓની સરખામણીએ 42 ટકાનો વધારો છે. આ આંકડા દર્શાવે છે કે ઋણ લેનાર મહિલાઓ નાણાંકીય સશક્તિકરણના પાયા તરીકે ક્રેડિટ હેલ્થના મહત્વને ઝડપથી સમજી રહી છે.
નીતિ આયોગના મુખ્ય આર્થિક સલાહકાર અને WEPના મિશન ડિરેક્ટર અન્ના રોયે જણાવ્યું હતું કે મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાથી 150થી 170 મિલિયન લોકો માટે રોજગારીની તકો ઊભી થઈ શકે છે અને કર્મચારીઓમાં મહિલાઓની સામેલગીરી પણ વધી શકે છે.
નીતિ આયોગના સીઈઓ બી. વી. આર. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, WEPના નેજા હેઠળ ફાઇનાન્સિંગ વુમન કોલાબોરેટિવ (FWC)ની રચના કરવામાં આવી છે. અમે FWCમાં જોડાવા અને આ મિશનમાં યોગદાન આપવા માટે વધુ નાણાકીય ક્ષેત્રના હિસ્સેદારો ઇચ્છીએ છીએ.

ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઈઓ ભાવેશ જૈને જણાવ્યું હતું કે “પોતાના ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ અને સ્કોરનું જાતે નિરીક્ષણ કરતી મહિલાઓની સંખ્યા ડિસેમ્બર 2023માં 18.94 મિલિયન હતી જે 42 ટકા વધીને ડિસેમ્બર 2024માં 26.02 મિલિયન થઈ હતી. આ પ્રોત્સાહજનક ટ્રેન્ડ છે પણ ભારતની આર્થિક કથામાં મહિલાઓને સહભાગીથી માંડીને લીડર બનવા સુધીની પ્રગતિ માટે તે ચાલુ રહેવો જોઈએ. ઋણ લેનાર પોતાની ધિરાણની સ્થિતિ અંગે વધુ સજાગ બનીને માહિતગાર નાણાંકીય નિર્ણયો લઈ શકે છે.”

રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે જાતે નિરીક્ષણ કરતા લોકોની કુલ સંખ્યામાં મહિલાઓનો હિસ્સો ડિસેમ્બર 2023માં 17.89 ટકાથી વધીને ડિસેમ્બર 2024માં 19.43 ટકા થયો હતો.
ધિરાણ મેળવવા માંગતી મહિલાઓની સંખ્યા 2019થી 22 ટકાના સીએજીઆર પર વધી છે, જેમાં 60 ટકા ઉધાર લેનારી મહિલાઓ અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. આ મેટ્રો શહેરોથી આગળ વધતી નાણાંકીય હાજરી દર્શાવે છે.
જાતે નિરીક્ષણ કરતી કુલ વસ્તીમાં પણ ઋણ લેનારી જેન ઝી મહિલાઓનો હિસ્સો ડિસેમ્બર 2024માં વધીને 27.1 ટકા થયો હતો જે ડિસેમ્બર 2023માં 24.9 ટકા હતો.
કેલેન્ડર વર્ષ 2019 અને 2024ની વચ્ચે ભારતમાં ધિરાણ મેળવનારી મહિલાઓની સંખ્યામાં 22 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (સીએજીઆર) થી વધારો થયો છે.
2024માં વ્યવસાયિક હેતુઓ માટે મહિલાઓ દ્વારા ખોલવામાં આવેલા નવા લોન ખાતાની સંખ્યામાં (બિઝનેસ લોન, કોમર્શિયલ વ્હીકલ અને કોમર્શિયલ ઇક્વિપમેન્ટ લોન, મિલકત સામેની લોન) આશરે 37 લાખની વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં કુલ રૂ. 1.9 લાખ કરોડનું વિતરણ થયું હતું. આની સામે 2019માં વ્યવસાયિક હેતુઓ માટે આશરે 8 લાખ નવા લોન ખાતા ખૂલ્યા હતા અને કુલ રૂ. 0.7 લાખ કરોડનું વિતરણ થયું હતું. લોન ખાતાની સંખ્યામાં 2019થી ચાર ગણાથી વધુનો વધારો થયો છે ત્યારે આ લોન 2024માં મહિલા ઋણધારકો દ્વારા લેવામાં આવેલી એકંદર લોનના માત્ર 3 ટકા જ છે.
ઋણ લેતી મહિલાઓમાં કન્ઝમ્પશન લોન સૌથી વધુ પસંદગીની ક્રેડિટ પ્રોડક્ટ છે. તેમના વોલેટમાં એક્ટિવ કન્ઝમ્પશન લોન ધરાવતી ઋણ લેનાર મહિલાનો હિસ્સો ડિસેમ્બર 2024 સુધીમાં વધીને 36 ટકા થયો હતો, જે ડિસેમ્બર 2019માં 33 ટકા હતો. સંયુક્તપણે કૃષિ અને ગોલ્ડ લોનની બાબતે ઋણ લેનાર મહિલાઓનું પ્રમાણ ડિસેમ્બર 2024માં 34 ટકા હતું જેની સામે ડિસેમ્બર 2019માં આ આંકડો 32 ટકા હતો. બિઝનેસ લોન લેનારાઓના હિસ્સામાં સૌથી મોટું પરિવર્તન જોવા મળ્યું હતું. ડિસેમ્બર 2024 સુધીમાં ઋણ લેનાર 16 ટકા મહિલાઓ લાઇવ બિઝનેસ પર્પઝ લોન ધરાવતી હતી જે પ્રમાણ ડિસેમ્બર 2019માં 9 ટકા હતું.

ક્રેડિટ અંગે સભાન રહેવાથી ઋણ લેનાર વ્યક્તિને વધુ લોન મેળવવાનું પ્રોત્સાહન મળે છે
ટ્રાન્સયુનિયન સિબિલનો ડેટા દર્શાવે છે કે 13.49 ટકા મહિલાઓ કે જેઓ તેમની ક્રેડિટ માહિતીનું સક્રિયપણે નિરીક્ષણ કરે છે તેઓ તેમની નિરીક્ષણ પ્રવૃત્તિના એક મહિનાની અંદર લોન ખાતું ખોલે છે. આ દર્શાવે છે કે કેવી રીતે ધિરાણ માહિતી અંગેની જાગૃતતા અને નિરીક્ષણ સીધી રીતે ધિરાણ લેવાની કામગીરીમાં ફેરવાય છે.
આ ઉપરાંત, ઋણ લેનારી 44 ટકા મહિલાઓ કે જેમણે તેમની ક્રેડિટ માહિતીનું સક્રિયપણે નિરીક્ષણ કર્યું હતું, તેઓએ છ મહિનાની અંદર તેમના ક્રેડિટ સ્કોરમાં સુધારો જોયો હતો, જે વધતી નાણાંકીય જાગૃતિની સકારાત્મક અસર દર્શાવે છે. તેમના ક્રેડિટ નિરીક્ષણના સમયે 90થી વધુ days past due (DPD) પેમેન્ટ કેટેગરીમાં મહિલાઓમાં, 17.45 ટકા મહિલાઓ છ મહિનામાં નીચા ડિલિંક્વન્સી બ્રેકેટમાં પહોંચી હતી અને 11.37 ટકા મહિલાઓ જ સ્ટાન્ડર્ડ ધોરણે ઋણ લેનાર રહી હતી. આ સૂચવે છે કે ઊંચી લોન લેવા માટે મદદ કરવા ઉપરાંત, સ્વ-નિરીક્ષણ પણ ક્રેડિટ સ્થિતિમાં સુધારાને આગળ ધપાવે છે.
જાતે નિરીક્ષણ કરતી ઋણ લેનાર મહિલાઓનું રાજ્યવ્યાપી વિતરણ
રિપોર્ટની આંતરદ્રષ્ટિ દર્શાવે છે કે મેટ્રો વિસ્તારોમાંથી ઋણ લેનાર મહિલાઓની તુલનામાં નોન-મેટ્રો પ્રદેશોમાંથી ઋણ લેનાર વધુને વધુ મહિલાઓ જાતે પોતાની ક્રેડિટ ચકાસવા માટે સક્રિય રહે છે. મેટ્રો વિસ્તારોમાંથી સ્વ-નિરીક્ષણ કરતી મહિલાઓની સંખ્યામાં વાર્ષિક ધોરણે 30 ટકાનો વધારો થયો છે, જ્યારે નોન-મેટ્રો વિસ્તારોમાં સમાન સમયગાળા દરમિયાન આ સંખ્યા 48 ટકા વધી છે.
કેલેન્ડર વર્ષ 2024માં જાતે નિરીક્ષણ કરતી મહિલાઓની બાબતે ટોચના પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને તેલંગાણા હતા. તમામ રાજ્યોમાં જાતે નિરીક્ષણ કરતી તમામ મહિલાઓ પૈકી 49 ટકા મહિલાઓ આ રાજ્યોની હતી. દક્ષિણનો પ્રદેશ 10.2 મિલિયન મહિલાઓ સાથે જાતે નિરીક્ષણ કરતી સૌથી વધુ મહિલાઓની સંખ્યા ધરાવતો હતો. આ વિસ્તારમાં ડિસેમ્બર 2023થી ડિસેમ્બર 2024 સુધી સ્વ-નિરીક્ષણ કરતી મહિલાઓમાં 46 ટકા વૃદ્ધિ જોવાઈ છે.
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા ઉત્તર અને મધ્ય રાજ્યોમાં છેલ્લા પાંચ વર્ષમાં સક્રિય મહિલા ઋણધારકોમાં ઊંચો સીએજીઆર જોવા મળ્યો છે.
વધુ મહિલા કેન્દ્રિત અને સમાવેશક નાણાંકીય ઓફરિંગ્સની જરૂરિયાત
2019થી બિઝનેસ લોનની ઉત્પત્તિમાં મહિલાઓનો હિસ્સો 14 ટકા અને ગોલ્ડ લોનમાં 6 ટકા વધ્યો છે. ડિસેમ્બર 2024 સુધીમાં ભારતમાં બિઝનેસ લોન લેનારાઓમાં મહિલાઓનો હિસ્સો 35 ટકા હતો.