મુંબઈ, 22 ઑગસ્ટઃ ગ્લોબલ ડેવલપર ટ્રમ્પની બ્રૅન્ડના પ્રોજેક્ટ્સને ડેવલપ કરતા ટ્રિબેકા ડેવલપર્સે ‘ધ એજ’ના નામે નવો લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે. ટ્રિબેકા ડેવલપર્સે તેજુકાયા સાથે સહયોગ કરીને માત્ર ૩૦ દિવસમાં આ હાઇ-એન્ડ પ્રોજક્ટના ૧૦૦૦ કરોડથી વધારેના યુનિટ વેચીને સાઉથ મુંબઈ જ નહીં, આખા મુંબઈમાં નવો કિર્તીમાન સ્થાપ્યો છે. પરેલમાં અઢી એકરમાં પથરાયેલા આ પ્રાઇમ પ્રોજેકટના ટાવર-૧માં ૨૨૮ સુપર્બ ડિઝાઇન કરાયેલા રેસિડન્સ છે જેમાં 2, 3, 4 અને 5 બેડના ઘરોનો સમાવેશ થાય છે. આ યુનિટ્સની કિંમત ૪ કરોડથી 12 કરોડ સુધીની છે.

જાન્યુઆરી 2024માં ટ્રિબેકા ડેવલપર્સે આ પ્રોજેક્ટ માટે 135 વર્ષ જૂના તેજુકાયા ગ્રુપ સાથે સાથે સહયોગ કર્યો જેમાં એચડીએફસી કેપિટલે ૨૦૦ કરોડનું ફાઇનૅન્સ કર્યું અને ત્યાર બાદ પિરામલ કેપિટલે વધારાના ૧૨૦ કરોડ રૂપિયા આપ્યા હતા. આજની તારીખ સુધી આ ફાઇનૅન્સમાંથી પચાસ ટકા રકમનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.

ટ્રિબેકાના સ્થાપક કલ્પેશ મહેતાએ જણાવ્યું હતું કે ટ્રિબેકા માત્ર લેન્ડમાર્ક પ્રોપર્ટીઝ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ટ્રિબેકાની 12 વર્ષની સફરમાં આ સૌથી મોટું લોન્ચિંગ છે. તેજુકાયા ગ્રૂપના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ પી. તેજુકાયાએ જણાવ્યું હતું કે “’ધ એજ’ પર ટ્રિબેકા સાથે સહયોગ એ મુંબઈમાં લક્ઝરીને રીડિફાઇન કરવાના અમારા વિઝનને રિફલેક્ટ કરે છે. આઇકૉનિક ગ્લાસ કવરથી તૈયાર થનારા ‘ધ એજ’ ના બે ટાવર ૬૦૦ ફૂટ ઊંચા હોવાથી એ માઇક્રો-માર્કેટના સૌથી ઊંચા ટાવર્સમાંનો એક હશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)