ટ્રોથ ઇન્સ્યોરન્સનું માર્ચ 2026 સુધીમાં 50,000 બિઝનેસ પાર્ટનર્સનું લક્ષ્ય
અમદાવાદ, 2 ઓગસ્ટઃ ભારતની અગ્રણી ઇન્સ્યોરન્સ બ્રોકિંગ હાઉસ પૈકી એક, ટ્રોથ ઇન્સ્યોરન્સ બ્રોકિંગ એન્ડ કન્સલ્ટન્ટ્સ એ માર્ચ 2026 સુધીમાં તેમના બિઝનેસ પાર્ટનર નેટવર્કને 50,000 સુધી વિસ્તરણ કરવાનું લક્ષ્યાંક ધાર્યું છે. વર્ષ 2001માં સ્થપાયેલ ટ્રોથ ઇન્સ્યોરન્સની હાલમાં ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીધામ, મહેસાણા, ઊંઝા, પાલનપુર અને ભાવનગરમાં સાત શાખા ચાલે છે. જેમણે વિવિધ રાજ્યોમાં 2000થી વધુ વ્યવસાયિક ભાગીદારોના મજબૂત નેટવર્ક સાથે પાયો સ્થાપિત કર્યો છે. કંપની માર્ચ 2026 સુધીમાં મુંબઇમાં એક શાખા ખોલવા જઇ રહી છે , ત્યાર બાદ ઓનલાઇન માધ્યમથી અન્ય રાજ્યોમાં વિસ્તરણ કરશે.
ગુજરાતમાં અંદાજીત 2.3 લાખ કરોડ લાઇફ અને 1 લાખ કરોડ જનરલ ઇન્સ્યોરન્સ બિઝનેસ | કોરોના બાદ જાગૃતિ વધતાં ગુજરાતમાં ગ્રૂપ મેડીક્લેઇમની સંખ્યામાં 4 વર્ષમાં 10 ગણો વધારો નોંધાયો છે |
હેલ્થ ઇન્સ્યોરન્સ વચ્ચેથી છોડી દેવાનું પ્રમાણ 20 ટકા આસપાસ હોવાનો અંદાજ
ટ્રોથ ઇન્સ્યોરન્સ પાસે 750થી વધુ કોર્પોરેટ અને 21000થી વધુ ફેમિલી ક્લાયન્ટ્સ | ટ્રોથ ઇન્સ્યોરન્સે છેલ્લા વર્ષોમાં કર્યું રૂ. 5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, 5 કરોડનું વધુ રોકાણ કરવા સજ્જ |
ટ્રોથ ઇન્સ્યોરન્સ, કોમર્સિયલ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટસ સહિત હેલ્થ, લાઇફ, અને અન્ય જનરલ ઇન્સ્યોરન્સ જેવા વિશાળ શ્રેણીના વિતરણમાં ખાસીયાત ધરાવે છે. ઇન્સ્યોરન્સની ટેકનિકલ તેમજ ઇન્સ્યોરન્સ વિતરણની બહોળી જાણકારી ધરાવતા નિષ્ણાતોની અનુભવી ટીમ ગ્રાહકોને સંપૂર્ણ સેવા પ્રદાન કરે છે. શ્રેષ્ઠ ઇન્સ્યોરન્સ કવરેજ અને સલાહ સંબધિત સેવાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે, ટ્રોથ ઇન્સ્યોરન્સ તેમના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂર્ણ રૂપે સક્ષમ છે.
ટ્રોથ ઇન્સ્યોરન્સે શરૂ કરશે ક્લેઇમ સલાહકાર.કોમ પોર્ટલ જેમાં વીમા ધારકો તેમની ફરિયાદનું નિરાકરણ મેળવી શકશે
ટ્રોથ ઇન્સ્યોરન્સે અભિનેતા અનુપમ ખેરને તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડ્યા છે, પ્રથમ વખત કોઇ અગ્રણી ફિલ્મ અભિનેતાએ ગુજરાતમાં કોઇ ઇન્સ્યોરન્સ બ્રોકિંગ કંપનીને સમર્થન આપ્યું છે.
ટ્રોથ ઇન્સ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર આશિષ સોનીએ જણાવ્યું હતું કે, અમે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં અમારા નેટવર્કને 15,000 બિઝનેસ પાર્ટનર્સ સુધી અને તે પછીના વર્ષના અંત સુધીમાં 50,000 સુધી વિસ્તરણ કરવાના લક્ષ્યાંક પર છીએ.
ટ્રોથ ઇન્સ્યોરન્સ પોતાની વેબસાઇટ મારફત એવા ગ્રાહકોને ઓનલાઇન સેવા પૂરી પાડશે જ્યાં તેમની ફિઝિકલ હાજરી નથી. ટ્રોથ ઇન્સ્યોરન્સ માર્ચ 2025 સુધીમાં તેમના વ્યવસાયમાં 2.5 ગણો વધારો કરવા માંગે છે. ટ્રોથ ઇન્સ્યોરન્સ વિવિધ પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં જનરલ અને લાઈફ ઇન્સ્યોરન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. કંપનીના બિઝનેસ ડિસ્ટ્રિબ્યુશનમાં 55 ટકા કોમર્શિયલ લાઇન ઇન્સ્યોરન્સનો સમાવેશ થાય છે, જેમાં ફાયર મરીન, ગ્રુપ અને પેકેજ પોલિસીનો સમાવેશ થાય છે જ્યારે બાકીના 45 ટકામાં મોટર ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઇફ ઇન્સ્યોરન્સ વચ્ચે સમાન રીતે વહેચવામાં આવ્યા છે.
ટ્રોથ ઇન્સ્યોરન્સ ગુજરાતી અને હિન્દી ભાષામાં વેબસાઇટ પણ તૈયાર કરશે જેમાં મળશે તમામ માહિતી
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)