Tumble from the top of the year to the bottom of the year: IT index 27 percent and techno FELL 24 PERCENT against 3.52 percent improvement in Sensex in one year

અમદાવાદ, 17 એપ્રિલઃ છેલ્લા એક વર્ષમાં એટલેકે તા. 18 એપ્રિલ-22થી તા. 17 એપ્રિલ સુધીમાં સેન્સેક્સ 2021 પોઇન્ટ એટલેકે 3.52 ટકા સુધરી 59442 પોઇન્ટ (ઇન્ટ્રા-ડે)ની સપાટીએ પહોંચ્યો  છે. તો તેની સામે આઇટી ઇન્ડેક્સ 33503 પોઇન્ટની વર્ષની ટોચેથી 7189 પોઇન્ટ (27.33 ટકા)ના કડાકા સાથે 26314 પોઇન્ટ (ઇન્ટ્રા-ડે)ના તળિયે બેસી ગયો છે. તેની સાથે સાથે ટેકનોલોજી ઇન્ડેક્સ પણ 14953 પોઇન્ટની વર્ષની ટોચથી 2899 પોઇન્ટ (24.15 ટકા)ના ધોવાણ સાથે 12054 પોઇન્ટ (ઇન્ટ્રા-ડે)ની વર્ષની બોટમે બેસી ગયો છે.

વિગત18-4-2217-4-23સુધારોટકાવારી
સેન્સેક્સ*5742159442+20213.52%
ઇન્ડેક્સવર્ષની ટોચવર્ષની બોટમઘટાડો+/-%
આઇટી3350326314-7189-27.33%
ટેકનોલોજી1495312054-289924.15%

(*સેન્સેક્સની 18-4-2023 અને 17-4-23ના રોજ સ્થિતિ દર્શાવે છે તેને ટોપ- બોટમ સમજવી નહિં)

જિયો- પોલિટિકલ ક્રાઇસિસ તેમજ ડિમાન્ડમાં સતત ઘટાડાના પગલે છેલ્લા 3-4 માસથી આઇટી- ટેકનોલોજી સેક્ટર ડિ-ગ્રોથનો સામનો કરી રહ્યું છે. તેનું પ્રતિબિંબ ટીસીએસ  અને ઇન્ફોસિસના ક્વાર્ટર તેમજ એન્યુએલ રિઝલ્ટ્સમાં પણ જોવા મળ્યું છે. આ બન્ને કંપનીઓના શેર્સ વર્ષના તળિયે (ઇન્ટ્રા-ડે) બેસી ગયા છે.

ઈન્ફોસિસ, ટેક્ મહિન્દ્રા અને ટીસીએસના શેરોમાં મોટાપાયે વેચવાલીના પગલે બીએસઈ ખાતે સોમવારે ઇન્ટ્રા- ટ્રેડ દરમિયાન આઈટી ઈન્ડેક્સ 6.80 ટકા તૂટી 26314.34 પોઈન્ટ સાથે વર્ષના તળિયે પહોંચ્યો છે. જ્યારે ટેક્. ઈન્ડેક્સ 6.25 ટકા તૂટી 12064.29ની 52 વીક લો સપાટીએ પહોંચ્યો હતો. તો એનએસઈ ખાતે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ ઈન્ટ્રા ડે 26184.45ના વર્ષના તળિયે નોંધાયો હતો. 2.10 વાગ્યે 5 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. એનએસઈ ખાતે ઈન્ફોસિસ 1185.30નુ વાર્ષિક તળિયુ નોંધાવા સાથે 10.17 ટકા ઘટાડે 1247.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો. માઈન્ડટ્રી પણ 7.01 ટકાના કડાકા સાથે 4320.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આઇટી/ ટેકનો ટોપ લૂઝર્સ એટ એ ગ્લાન્સ

સ્ક્રિપ્સછેલ્લો ભાવઘટાડો
ઈન્ફોસિસ1247.90-10.17 ટકા
માઈન્ડટ્રી4320.80-7.01 ટકા
ટેક્ મહિન્દ્રા1032.20-5.03 ટકા
કોફોર્જ3832.50-4.87 ટકા
ટીસીએસ3140.35-1.52 ટકા

(Source: Nifty IT Index)