TVS એ કિંગ કાર્ગો HD EV લોન્ચ કર્યું
અમદાવાદ, 25 ઓગસ્ટઃ TVS મોટર કંપનીએ આજે ટીવીએસ કિંગ કાર્ગો HD EV લોન્ચ કર્યું હતું જે શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોની લોજિસ્ટિક્સની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ટીવીએસ કિંગ કાર્ગો એચડીમાં અત્યાધુનિક ટેકનોલોજી, ઠોસ ડિઝાઇન, પર્ફોમન્સ અને વિશ્વસનીયતાનો સમન્વય કરવામાં આવ્યો છે. કંપનીએ ટીવીએસ કિંગ કાર્ગો એચડી સીએનજી વેરિઅન્ટ પણ રજૂ કર્યું છે, જેને વર્ષ 2025ના અંત પહેલા લોન્ચ કરવામાં આવશે.

સેગમેન્ટમાં શ્રેષ્ઠ ફીચર્સ (EV):
– 60 કિમી/કલાકની ટોપ સ્પીડ
– લીફ સ્પ્રિંગ સસ્પેન્શન સાથે 6.6 ફૂટનો લોડ ડેક
– 6 વર્ષ / 1.5 લાખ કિમીની વોરંટી
– 500 મીમી સુધીના પાણીમાં ચાલવાની ક્ષમતા
– 3 કલાક 10 મિનિટનો ચાર્જિંગ સમય
– ઉપયોગમાં સરળતા માટે 703 મીમીની સૌથી ઓછી લોડિંગ ઊંચાઈ સાથે 235 મીમીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ
– સાંકડી જગ્યાઓમાં વધુ સારી ગતિશીલતા માટે 3,420 મીમીનું સૌથી ઓછું ટર્નિંગ રેડિયસ
– 200 મીમીના મોટા વધુ મોટા ડ્રમ ડાયામીટર સાથે બ્રેકિંગનું સૌથી ટૂંકું અંતર
– વાહનોના કાફલાના માલિકો માટે ભારતના પ્રથમ થ્રી અને ટુ-વ્હીલર ટેલિમેટિક્સ સોલ્યુશન- TVS કનેક્ટ ફ્લીટથી સજ્જ
પ્રથમ તબક્કામાં, TVS કિંગ કાર્ગો HD EV દિલ્હી, NCR (ફરીદાબાદ, નોઈડા, ગુડગાંવ, ગાઝિયાબાદ), રાજસ્થાન અને બેંગલુરુ સહિતના મુખ્ય બજારોમાં રૂપિયા 3.85 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી)ની કિંમતે ઉપલબ્ધ થશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
