અમદાવાદ, 8 મેઃ TVS મોટર કંપનીના ડિરેક્ટર અને CEO KN રાધાક્રિશ્નનની ટિપ્પણી અનુસાર કંપનીએ પોલિસી ડોક્યુમેન્ટ્સ અને CMVR હેઠળ તમામ જરૂરિયાતોનું પાલન કર્યું છે. કંપની તરફથી એવી સ્પષ્ટતા કરાઇ છે કે, ટીવીએસએમ ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવાના ભારત સરકારના વિઝન સાથે સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છે અને ઇલેક્ટ્રિક મોબિલિટી ઝડપથી અપનાવવાની ભારત સરકારની પહેલ, ઇલેક્ટ્રિક વ્હિકલ ઇકો-સિસ્ટમનાં વિકાસને ટેકો આપે છે આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરતાં તમામ ઇલેક્ટ્રિક વાહનો ઇનહાઉસ બને છે. અમે ભારતમાં ઇલેક્ટ્રિક વ્હિકલ ઇકો-સિસ્ટમનાં નિર્માણ માટે પ્રતિબધ્ધ છીએ ભારત સરકારને તમામ જરૂરી સહકાર અને મદદ કરવા માટે આતુર છીએ. ગ્રાહકો સમયસર ચાર્જ કરી શકે તે માટે અમે 22મેનાં રોજ ટીવીએસ આઇક્યુબનાં વર્તમાન વેરિએન્ટ લોંચ કરીશું ત્યારે ઓફ બોર્ડ ચાર્જર્સ આપીશું.

અર્થઘટનમાં ગૂંચવાડાને કારણે અમે 23 એપ્રિલથી વાહનની એકંદર કિંમતનાં ભાગ રૂપે ચાર્જર આપીશું. ગુડવીલ ભાવના તરીકે અને ગ્રાહકોને ધન્યવાદ કરતાં મે 2022થી એપ્રિલ 2023 દરમિયાન ટીવીએસ આઇક્યુબ ખરીદનાર ટીવીએસએમ FAME દ્વારા નિર્ધારિત થ્રેશોલ્ડ લિમિટ ઉપરાંતની રકમ ચૂકવનાર ગ્રાહકોને બેનિફિટ સ્કીમનો લાભ આપીશું. કેટલાંક શહેરોમાં ચાર્જર સહિતનાં ભાવ FAME દ્વારા નિર્ધારિત થ્રેશોલ્ડ મર્યાદાની અંદર છે. કેટલાંક શહેરોમાં અમારાં ચોક્કસ મોડલનાં ભાવ FAMEની થ્રેશોલ્ડ મર્યાદા કરતા થોડા ઊંચા છે. સરેરાશ રિફન્ડ રકમ પ્રતિ વાહન રૂ. 1,700 છે. આગામી બેથી ચાર સપ્તાહોમાં કંપની રિફન્ડ માટે હકદાર ગ્રાહકોનો સંપર્ક કરશે. ટીવીએસ મોટર કંપની પર તેનો એકંદર બોજ રૂ. 20 કરોડથી ઓછો પડશે.