ચેન્નઈ, 11 નવેમ્બર,2024: ટીવીએસ સપ્લાઈ ચેઈન સોલ્યુશન્સ લિમિટેડ નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે નુકસાન (રૂપિયા 21.90 કરોડ) હતું, જે ત્રિમાસિક ધોરણે 42.5 ટકા વૃદ્ધિ છે. નાણાકીય વર્ષ 2025ના પ્રથમ છ મહિના દરમિયાન પીબીટી રૂપિયા 31.6 કરોડ રહેલ છે, જે નાણાકીય વર્ષ 2024ના પ્રથમ છ મહિના માટે પીબીટી રૂપિયા 41.6 કરોડ રહેલ.  સંકલિત આવક નાણાકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં 11 ટકા વધીને રૂપિયા 2,512.90 કરોડ રહી છે,જે નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂપિયા 2,262.90 કરોડ હતી.

બીજા ત્રિમાસિકગાળામાં આવક વાર્ષિક ધોરણે 6.2 ટકા વધી રૂપિયા 1,348.5 કરોડ થઈ ગઈ છે, જ્યારે ગયા વર્ષને સમાન અવધિમાં તે રૂપિયા 1,269.5 કરોડ હતી. આ સેગમેન્ટ વર્તમાન ગ્રાહકોની સાથે વ્યાપકપણે જોડાયેલ છે અને મુખ્ય ભૌગોલિક ક્ષેત્રોમાં નવા ગ્રાહક પ્રાપ્તિ સાથે આવકને દર્શાવે છે.મલ્ટી-યર ટ્રાન્સફોર્મેશનલ એંગેજમેન્ટ સાથે કુલ રૂપિયા 2,200 કરોડથી વધારે છે.

NS સેગમેન્ટએ બીજા ત્રિમાસિક ગાળામાં રૂપિયા 1,164.40 કરોડની આવક નોંધાવી છે, જ્યારે ગયા વર્ષે આ ત્રિમાસિક ગાળામાં રૂપિયા 993.4 કરોડ હતી. આ રીતે વાર્ષિક ધોરણે 17.2 ટકા વૃદ્ધિ નોંધાવી છે. આ સેગમેન્ટમાં નાણાકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સતત ચાર ત્રિમાસિક દરમિયાન આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. નાણાકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં સંકલિત આવક રૂપિયા 2,512.90 કરોડ રહી છે, જે અગાઉના વર્ષમાં નોંધાયેલ રૂપિયા 2,262.90 કરોડની તુલનામાં વાર્ષિક ધોરણે 11 ટકા વૃદ્ધિ દર્શાવે છે.

TVS સપ્લાઈ ચેઈન સોલ્યુશન્સ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર રવિ વિશ્વનાથને બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો અંગે ટિપ્પણી કરતા જણાવ્યું કે “બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ વર્તમાન વ્યાપાક આર્થિક પડકારો વચ્ચે આવક તથા નફા એમ બન્ને મોરચે વિકાસની ગતિને જાળવી રાખવી તે અમારી કાર્ય ક્ષમતાને દર્શાવે છે. કારોબારમાં જે જીત મળી છે તેને લીધે ત્રિમાસિક ગાળા માટે રૂપિયા 280 કરોડની આવક પ્રાપ્ત થઈ શકી છે.  એકંદરે પરિણામોનો એક વ્યાપક માહોલમાં અમારી સાનુકૂળતાને દર્શાવે છે  અને અમારી આગામી ત્રિમાસિક ગાળામાં અમારી લાભદાયક વૃદ્ધિ પ્રત્યે ખાતરી આપે છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)