2023ના પ્રથમ 6 માસમાં TVS સપ્લાય ચેઇનના કુલ બિઝનેસમાં ભારતનો હિસ્સો વધી 30 ટકા
અમદાવાદઃ સપ્લાય ચેઇન લોજીસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ (TVS SCS)એ નાણાકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં ભારતમાંથી તેની આવકોના યોગદાનમાં 30 ટકાનો વધારો હાંસલ કર્યો છે. નાણાકીય વર્ષ 2022માં TVS SCSની કુલ આવકોમાં ભારતીય આવકોનું યોગદાન રૂ. 2,400 કરોડ હતું, જે 46 ટકાની વૃદ્ધિ સૂચવે છે. નાણાકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધ વાર્ષિકગાળામાં TVS SCSની આવકો 27.8 ટકા વધી છે – 52 ટકા ભારતમાં અને 19.6 ટકા વૈશ્વિક વધારો થયો છે.
નાણા વર્ષ 2023ના અંત સુધીમાં TVS SCSની આવકો રૂ. 10,500 કરોડની આસપાસ રહેવાની તથા નાણા વર્ષ 2024માં આવકો રૂ. 12,500 કરોડ આસપાસ રહે તેવો મત ઉદ્યોગ અને વિશ્લેષકના સૂત્રોએ વ્યક્ત કર્યો હતો. પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં TVS એસસીએસે રૂ. 38.05 કરોડનો નફો કર્યો છે, તેમ નિયામક સેબીમાં ફાઇલ કરાયેલા ડીઆરએચપીના વર્તમાન પરિશિષ્ટમાં ઉલ્લેખ કરાયો છે.
જાણકાર સૂત્રો અનુસાર TVS SCS 2.5 અબજ ડોલરની કંપની તથા વૈશ્વિક સ્તરે ટોચની 50 વૈશ્વિક કંપનીઓમાં સ્થાન હાંસલ કરવાની મહાત્વાકાંક્ષા ધરાવે છે. TVS SCS કોન્ટ્રાક્ટ્સ અને નવા બિઝનેસ મેળવીને નાણાકીય વર્ષ 2024માં 90 ટકા વિઝિબિલિટી હાંસલ કરવાની સંભાવના છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કંપનીએ સતત વૃદ્ધિ સાધી છે તથા વર્ષ 2005થી 36 ટકા સીએજીઆર અને ઇબીઆઇટીડીએ ઉપર 37 ટકા સીએજીઆરની ઉચ્ચ આવક વૃદ્ધિ સાથે સતત વિકાસ કર્યો છે.
ગત વર્ષે કુલ આવકોમાં 17 ટકા એટલે કે રૂ. 1,600 કરોડ નવા બિઝનેસમાંથી મેળવી હતી. TVS એસસીએસે એગ્રી ઇક્વિપમેન્ટ, ઓટો એન્ડ ઓટો કોમ્પોનન્ટ્સ, કન્ઝ્યુમર એન્ડ બેવરેજીસ, ડિફેન્સ, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ એન્ડ એન્જિનિયરીંગ, ટેક્નોલોજી એન્ડ ટેક્નોલોજી સર્વિસિસ જેવાં વિવિધ ક્ષેત્રોમાંથી નવા કોન્ટ્રાક્ટ્સ જીત્યાં છે.
1.2 અબજ ડોલરનું કદ ધરાવતા TVS SCS ભારતમાં 733 ગ્રાહકો અને વિશ્વભરમાં 7,120 ગ્રાહકો સાથે કામ કરે છે. કંપનીના ક્લાયન્ટ્સમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ, ટેલીકોમ, ઇલેક્ટ્રોનિક્સ, રિન્યૂએબલ એનર્જી, હેલ્થકેર, ઓટોમોબાઇલ વગેરે જેવાં વિવિધ ક્ષેત્રો સામેલ છે. TVS SCS 64 ગ્લોબલ ફોર્ચ્યુન 500 2021 કંપનીઓ સાથે કામ કરે છે. તેનો 75 ટકા બિઝનેસ નોન-ઓટો ક્લાયન્ટ્સ તથા 95 ટકા બિઝનેસ નોન-TVS ગ્રૂપ કંપનીઓમાંથી આવે છે. TVS SCS ચાર ખંડો, 26થી વધુ દેશોમાં હાજરી સાથે 18,000થી વધુ ઉચ્ચ કુશળ કર્મચારીઓ સાથે TVS એસસીએસે 65 કંપનીઓ હસ્તગત કરીને તેને એકીકૃત કરી છે. TVS SCSનો 80 ટકા બિઝનેસ વિકસિત માર્કેટ્સમાં મંદીનું જોખમ ઓછું છે કારણકે બિઝનેસ સ્થિતિસ્થાપક ક્ષેત્રોમાં ફેલાયેલો છે.