Urban Company Limited નો IPO 10 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 98 – 103
| IPO ખૂલશે | 10 સપ્ટેમ્બર |
| IPO બંધ થશે | 12 સપ્ટેમ્બર |
| ફેસ વેલ્યૂ | રૂ. 1 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 98 – 103 |
| IPO સાઇઝ | રૂ. 1900 કરોડ |
| લોટ સાઇઝ | 145 શેર્સ |
| Employee Discount | રૂ. 9 |
| લિસ્ટિંગ | BSE, NSE |
અમદાવાદ, 4 સપ્ટેમ્બર: અર્બન કંપની લિમિટેડ 10 સપ્ટેમ્બર ના રોજ પ્રાઇસ બેન્ડ ₹ 98 થી ₹103 પ્રતિ ઇક્વિટી શેર ફેસ વેલ્યુ ₹1 ની સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને 12 સપ્ટેમ્બર ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ મંગળવાર, 9 સપ્ટેમ્બર, 2025 રહેશે. બિડ્સ લઘુતમ 145 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 145 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરનાર લાયક કર્મચારીઓને પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 9નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે.
કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો નીચે મુજબ ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છેઃ (1) નવી ટેક્નોલોજીના વિકાસ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો ખર્ચ અંદાજે રૂ. 1,900 મિલિયન (રૂ. 190 કરોડ), (2) તેની ઓફિસો માટે લીઝ પેમેન્ટનો ખર્ચ અંદાજે રૂ. 750 મિલિયન (રૂ. 75 કરોડ), (3) માર્કેટિંગ પ્રવૃત્તિઓ પાછળનો ખર્ચ અંદાજે રૂ. 900 મિલિયન (રૂ. 90 કરોડ) અને (4) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને અનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ:
અર્બન કંપની ડિસેમ્બર 2014 માં સ્થાપિત એક ટેકનોલોજી-સંચાલિત, સંપૂર્ણ સ્ટેક ઓનલાઈન માર્કેટપ્લેસ છે જે ઘર અને સુંદરતા સેવાઓ પ્રદાન કરે છે. 30 જૂન, 2025 સુધીમાં કંપની ભારત, સંયુક્ત આરબ અમીરાત અને સિંગાપોરના 51 શહેરોમાં હાજરી ધરાવે છે. કંપનીનું પ્લેટફોર્મ ગ્રાહકોને તાલીમ પામેલા, પૃષ્ઠભૂમિ-ચકાસાયેલ વ્યાવસાયિકો દ્વારા પૂરી પાડવામાં આવતી સફાઈ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ વર્ક, ઉપકરણ સમારકામ, સુંદરતા સારવાર અને મસાજ થેરાપી જેવી સેવાઓ બુક કરવાની મંજૂરી આપે છે.
2024 માં 59.2 બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતું ભારતીય હોમ સર્વિસીસ માર્કેટ 2029 સુધીમાં 97.4 બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, જોકે ઓનલાઈન પ્રવેશ 1% થી નીચે રહ્યો છે, જે મજબૂત વૃદ્ધિની સંભાવના દર્શાવે છે. કંપની 30 જૂન, 2025 સુધીમાં 12,000 થી વધુ સેવા માઇક્રો-માર્કેટમાં કાર્યરત છે.
લીડ મેનેજર્સ: કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
