યુટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં મંગળવારે બજારમાં એવી હવા ચાલી હતી કે, તાતા જૂથ 45 ટકા હિસ્સો ખરીદે તેવી શક્યતા છે. તેના પગલે યુટીઆઇ એસેટ મેનેજમેન્ટનો શેર 15 ટકા ઊછળી ગયો હતો. પરંતુ આજે કંપની તરફથી એવી સ્પષ્ટતા કરાઇ હતી કે, અમારી પાસે આવી કોઇ માહિતી આવી નથી કે કંપની તરફથી કોઇ જાણ કરાઇ નથી. તેના પગલે યુટીઆઇ એએમસીનો શેર આજે 4.66 ટકા ઘટી રૂ. 821.60ની સપાટીએ બંધ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એસેટ મેનેજમેન્ટ સેક્ટરમાં યુટીઆઇનો ક્રમ 8મો જ્યારે તાતા એેએમસીનો ક્રમ 13 રહ્યો છે. જોકે, તાતા જૂથે ફાઇનાન્સિયલ સેક્ટરમાં પગદંડો જમાવવા માટે હજી સક્રિય પ્રયાસ કર્યો નહિં હોવાથી પણ આ અટકળને વેગ મળ્યો હતો. કંપનીમાં પાંચ મુખ્ય સ્ટેક ધારકો છે જેમનો હિુસ્સો 68 ટકા આસપાસ થવા જાય છે. તેઓ પણ પોતાનો સ્ટેક વધારવા પ્રયાસ કરે તેવી શક્યતા બજાર પંડિતો વ્યક્ત કરી રહ્યા છે.

AMC શેર્સમાં બુધવારની સ્થિતિ

AMC CO.SLAST PRICE+/-% 
UTI AMC821.60-4.66 
HDFC AMC2173.00-0.36 
ABSL AMC452.60-1.05 
NIPPON AMC315.000.14 

5 મુખ્ય સ્ટેક હોલ્ડર્સ

કંપનીસ્ટેક (ટકા)
T ROWE22.97
PNB15.22
LIC9.98
SBI9.98
BOB9.98