વૈશાલી ફાર્માએ 1:1 બોનસ અને 1:5 શેર વિભાજનની ભલામણ કરી
મુંબઈ, 3 સપ્ટેમ્બરઃ મુંબઈ સ્થિત વૈશાલી ફાર્મા લિમિટેડ (NSE – VAISHALI)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1-1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરવા તથા શેર વિભાજનની ભલામણ કરી છે. કંપનીએ રૂ. 10ની ફેસ વેલ્યુના દરેક 1 ઇક્વિટી શેરનું પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના પાંચ ઇક્વિટી શેરમાં વિભાજન કરવાને પણ મંજૂરી આપી છે. બોર્ડે રાઇટ્સ ઇશ્યૂ, પ્રાઇવેટ પ્લેસમેન્ટ, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશન્સ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી), પ્રેફરન્શિયલ ઇશ્યૂ અથવા અન્ય કોઈ પદ્ધતિ દ્વારા ઇક્વિટી શેર્સ, ડિબેન્ચર્સ અથવા અન્ય સિક્યોરિટીઝ દ્વારા ફંડ એકત્રિત કરવા માટેની દરખાસ્ત અંગે પણ વિચારણા કરી છે.
કંપનીએ તાજેતરમાં જ સધર્ન આફ્રિકા, વેસ્ટ આફ્રિકા, ગલ્ફ રિજન, લેટિન અમેરિકા અને આસિયાન રિજનમાં 19 રજિસ્ટ્રેશન્સ મેળવ્યા હતા. આ રજિસ્ટ્રેશન્સ કંપનીની વાર્ષિક આવકમાં લગભગ રૂ. 100 મિલિયનનું યોગદાન આપે તેવી સંભાવના છે.
30 જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે કંપનીના વેચાણો 34.70 ટકા વધીને રૂ. 18.08 કરોડ ( રૂ. 13.42 કરોડ) હતા. રૂ. 1.59 કરોડના ચોખ્ખા નફા સામે ચોખ્ખો નફો 7.13 ટકા વધીને રૂ. 1.70 કરોડ થયો હતો.
વૈશાલી ફાર્મા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અતુલ વસાણીએ જણાવ્યું હતું કે વૃદ્ધિ અને નવીનતા પર ધ્યાન સાથે કંપની વ્યૂહાત્મક પહેલ દ્વારા સીમાચિહ્નો સર કરી રહી છે અને ઊભરતા ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં મહત્વપૂર્ણ હાજરી ઊભી કરવાનું લક્ષ્ય ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)