વેદાંતાને ઝામ્બિયન કોપર એસેટ KCM માટે પુનઃસ્થાપિત કરાયું
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર: વેદાંતા રિસોર્સિસ લિમિટેડ (“વેદાંતા”)એ આજે જાહેર કર્યું હતું કે રિપબ્લિક ઓફ ઝામ્બિયા સરકારના ઐતિહાસિક નિર્ણય બાદ કોંકોલા કોપર માઇન્સ (“કેસીએમ”)ની માલીકી અને સંચાલન કંપનીને પરત સોંપવામાં આવ્યું છે.
કેસીએમની વિશ્વસ્તરીય એસેટમાં 16 મિલિયન ટન કોપરનો ભંડાર અને સંસાધન છે. તેનું કોપર ગ્રેડ 2.3 ટકા છે, જે વૈશ્વિક સરેરાશ 0.4 ટકાથી ઘણું અનુકૂળ છે. કેસીએમમાં 79.4 ટકા હિસ્સેદારી સાથે બહુમતી શેરધારક તરીકે વેદાંતાને પુનઃસામેલ કરવું એ ભારત માટે પણ મહત્વપૂર્ણ પગલું છે કે જ્યારે એનર્જી ટ્રાન્ઝિશન ટેક્નોલોજી માટે એક મહત્વપૂર્ણ ખનિજ એવાં કોપર માટે દેશની માગ દર વર્ષે આશરે 25 ટકા વધી રહી છે. હાલમાં ભારત કોપર કોન્સન્ટ્રેટ માટે 90 ટકા આયાત ઉપર તથા ફિનિશ્ચડ કોપર માટે આયાત ઉપર 40 ટકા નિર્ભર છે.
વેદાંતા રિસોર્સિસના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, અમે વર્ષ 2004થી કેસીએમ માટે કટીબદ્ધ છીએ અને અમારું માનવું છે કે ભવિષ્યની ટેક્નોલોજી માટે કોપર એક નિર્ણાયક ખનિજ છે. વેદાંતા કોપરનું સૌથી એકીકૃત ઉત્પાદક બનશે અને ભારતની ઝડપથી વૃદ્ધિ સાધતી માગને પૂર્ણ કરશે તેમજ ઝામ્બિયાને વિશ્વમાં કોપરનું અગ્રણી ઉત્પાદક પણ બનાવશે.