અમદાવાદઃ કોવિડ બાદ ઓટો સેક્ટરની મંદી હવે પૂર્ણ થઈ રહી છે. સપ્ટેમ્બરમાં વાહનોના કુલ વેચાણો 11 ટકા વધ્યા છે. જેમાં ટ્રેક્ટર સિવાય તમામ સેગમેન્ટમાં વેચાણો વધ્યા છે. ટુ વ્હિલર્સના વેચાણો 9 ટકા, થ્રી વ્હિલર્સના વેચાણો 72 ટકા અને પીવી-સીવી સેલ્સ 10 ટકા, 19 ટકા વધ્યા છે. જો કે, હજી પ્રિ-કોવિડ સ્તરથી વાહનોના રિટેલ વેચાણો 4 ટકા ઓછા નોંધાયા છે. આ તહેવારોની સિઝનમાં પેસેન્જર વાહનોના રિટેલ વેચાણો દાયકાની ટોચે પહોંચવાનો અંદાજ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ્સ ડીલર્સ એસોસિએશન (FADA)એ વ્યક્ત કર્યો છે.
ફાડાના પ્રેસિડન્ટ મનિષરાજ સિંઘાનિયાએ જણાવ્યુ હતું કે, સપ્ટેમ્બરમાં ઓટો સેલ્સ 11 ટકા વધ્યા છે. જો કે, ટુ વ્હિલર્સ સેગમેન્ટમાં હજી રિકવરીના સંકેતો જણાતા નથી. પ્રિ-કોવિડની તુલનાએ આ વર્ષે સપ્ટેમ્બરમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો કે, વાર્ષિક ધોરણે 9 ટકા વધ્યા છે. ઉત્પાદન ખર્ચ વધતાં છેલ્લા એક વર્ષમાં ટુ વ્હિલર કંપનીઓએ ભાવ પાંચગણા વધાર્યા છે. આરબીઆઈએ વ્યાજદરો વધારતા ઓટો લોન મોંઘી થઈ રહી છે. જો કે, ઈકોનોમી ગ્રોથ વધી રહ્યો હોવાથી માર્કેટ આશાવાદી છે.


થ્રી વ્હિલરનું ઈલેક્ટ્રિફિકેશન


થ્રી વ્હિલર્સ સેગમેન્ટ ઈલેક્ટ્રિક વાહન તરફ શિફ્ટ થઈ રહ્યા છે. ઈ-રિક્ષામાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. પેસેન્જર વાહનોના વેચાણો વાર્ષિક 10 ટકા વધ્યા છે. સેમી કંડક્ટર સપ્લાયમાં સુધારો, નવા લોન્ચિંગ, તેમજ રીચ પ્રોડક્ટ્સ તરફ ગ્રાહકોનો ઝુકાવ પેસેન્જર વાહનોના વેચાણ વધાર્યા છે.
ઓક્ટોબર મહિનામાં કુલ 31 દિવસની તહેવારની સિઝનમાંથી 24 દિવસ ઓટો રિટેલ સેલ્સ ઊંચા સ્તરે જોવા મળશે. ડીલરોને PV સેગમેન્ટમાં વેચાણ ગ્રોથ દાયકાની ટોચે નોંધાવાની અપેક્ષા છે. FADAએ OEMને માંગ પ્રમાણે પુરવઠો પૂરો પાડવા અપીલ કરી છે. જેથી PV સેલ્સને વધુ નાઈટ્રો-બૂસ્ટ મળી શકે.
2W સેગમેન્ટમાં પૂછપરછનું સ્તર પોઝિટીવ રહ્યું છે. જો આ સેગમેન્ટમાં ખાસ કરીને એન્ટ્રી લેવલ 2W પણ ડબલ ડિજિટમાં ગ્રોથ રહી શકે છે. એકંદરે, FADA ચાલુ તહેવારોની સિઝનને કારણે ઓક્ટોબર માટે આશાવાદી છે.

ઓક્ટોબરમાં ઓટો સેલ્સ માટે આઉટલૂક

વિગત પોઝિટીવ આઉટલૂક
Growth70.1%
Flat21.3%
De-growth08.7%

તમામ સેગમેન્ટમાં સપ્ટેમ્બરમાં નોંધાયેલા વાહનોના રિટેલ વેચાણો

કેટેગરીસપ્ટેમ્બર-22સપ્ટેમ્બર-21વાર્ષિક ગ્રોથ%
ટુ વ્હિલર્સ10,15,702 9,31,6549.02%
થ્રી વ્હિલર્સ 63,915 37,17271.94%
ઈ-રિક્ષા 32,153 14,227126.00%
પેસેન્જર વાહન 2,60,556 2,37,5029.71%
ટ્રેક્ટર 52,595 53,392-1.49% 
કોમર્શિયલ વ્હિકલ 71,233 59,92718.87%
LCV43,07637,53614.76%
MCV4,8474,5496.55%
HCV21,31815,27139.60%
અન્ય1,9922,571-22.52%
કુલ14,64,00113,19,64710.94%

(Source: FADA રિસર્ચ)