Viaz Tyresનો SME IPO 16 ફેબ્રુઆરીએઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ.62
અમદાવાદ સ્થિત ટાયર ઉત્પાદક કંપની Viaz Tyres તા. 16 ફેબ્રુઆરીના રોજ SME IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની પ્રત્યેક રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 62ની ઇશ્યૂ પ્રાઇસ ધરાવતાં કુલ 3226000 ઇક્વિટી શેર્સનો IPO યોજી રહી છે. જેના દ્વારા કંપની રૂ. 20 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઇશ્યૂ તા. 21 ફેબ્રુઆરીના રોજ બંધ થશે. શેર્સ એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ ઉપર લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જનક પટેલ છે.
2018માં સ્થપાયેલી Viaz Tyres લિ. એ સાયકલ, ટુ-વ્હીલર્સ, થ્રી વ્હિલર્સ, પેસેન્જર વ્હીકલ્સ તેમજ હેવી લોટ ઇન્ડસ્ટ્રીયલ વ્હીકલ્સ માટેની રબર ટ્યૂબ્સના ઉત્પાદન ક્ષેત્રે વ્યસ્ત છે. કંપની એન્સિલરી પ્રોડક્ટ્સ જેવી કે, ઓફ ધ રોડ (ઓટીઆર) ટાયર ટ્યુબ્સ ઉત્પાદન અને વિયાઝ (Viaz) બ્રાન્ડનામ હેઠળ દેશ- વિદેશમાં વેચાણ પણ ધરાવે છે.
ઉત્પાદન ક્ષમતા 7 લાખ ટ્યુબ્સ પ્રતિ માસની, 5 દેશોમાં નિકાસ
કંપની અમદાવાદ- નંદાસણ નજીકના પ્લાન્ટમાં 7 લાખ ટ્યુબ્સ પ્રતિ માસની ઉત્પાદન વ્યવસ્થા ધરાવે છે. કંપની સમગ્ર દેશમાં 15 ડોમેસ્ટીક ડિસ્ટ્રીબ્યુટર્સ ધરાવે છે. સાથે સાથે પાંચ દેશો જેવાં કે યુએસએ, તૂર્કી, રોમાનિયા, યુએએલ અને કોલમ્બિયામાં નિકાસો પણ ધરાવે છે. જે તેના કુલ વેચાણના 25 ટકા હિસ્સો ધરાવે છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે (કોન્સોલિડેટેડ)
ગાળો | એસેટ્સ | આવકો | ચોખ્ખો નફો | નેટવર્થ | કુલ દેવાઓ |
31-Mar-20 | 2429.97 | 1994.37 | 14.51 | 432.93 | 1895.94 |
31-Mar-21 | 2713.32 | 2917.26 | 60.64 | 493.56 | 2047.89 |
31-Mar-22 | 2898.38 | 2933.04 | 146.91 | 640.47 | 1996.09 |
30-Sep-22 | 3405.87 | 2379.1 | 152.72 | 1098.19 | 2003.36 |
આંકડા રૂ. લાખ
ઇશ્યૂના હેતુઓ એટ એ ગ્લાન્સ
લોનની ચૂકવણી અથવલા પુનઃ ચૂકવણી કે આંશિક ચુકવણી
કાર્યકારી મૂડીજરૂરિયાતો સંતોષવા
સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે
જાહેર ઇશ્યૂ ખર્ચ માટે
IPO ડિટેઇલ્સ એટ એ ગ્લાન્સ
IPO ખુલશે | 16 ફેબ્રુઆરી |
IPO બંધ થશે | 21 ફેબ્રુઆરી |
ફેસ વેલ્યૂ | રૂ. 10 |
ઇશ્યૂ પ્રાઇસ | રૂ. 62 |
લોટ સાઇઝ | 2000 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 3226000 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ. 20 કરોડ |
ઇશ્યૂ ટાઇપ | ફિક્સ્ડ ઉશ્યૂ પ્રાઇસ IPO |
લિસ્ટિંગ | એનએસઇ SME |
માર્કેટમેકર | SUNFLOWER BROKING |
કંપની પ્રમોટર્સ | જનક મહેન્દ્રકુમાર પટેલ, રાજેશ પટેલ, પરિચય પટેલ, હીમાબેન જે પટેલ, નીમાબેન આર પટેલ અને કેના બેન પી પટેલ |
Viaz Tyres IPO લોટ સાઇઝ
લોટ સાઇઝ 2000 શેર્સની રહેશે. એક લોટ માટે રૂ. 1.24 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે.
Application | Lots | Shares | Amount |
Retail (Min) | 1 | 2000 | ₹124,000 |
Retail (Max) | 1 | 2000 | ₹124,000 |
HNI (Min) | 2 | 4,000 | ₹248,000 |
Viaz Tyres IPO પ્રમોટર્સ હોલ્ડિંગ એટ એ ગ્લાન્સ
પ્રિ ઇશ્યૂ હોલ્ડિંગ | 99.2% |
પોસ્ટ ઇશ્યૂ હોલ્ડિંગ | 73.07% |