70 ટકા IPOમાં રોકાણકારોને એવરેજ 58 ટકા રિટર્ન મળ્યું

12 IPOએ નેગેટીવ લિસ્ટિંગ કરાવ્યું, જેમાંથી 4 માં પોઝિટીવ રિટર્ન

8 IPOએ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ કરાવી અત્યારસુધીમાં ક્યારેય ન વધ્યા

18 IPO લિસ્ટિંગ ગેઈન સામે બમણાથી વધુ રિટર્ન આપતા થયા

15 IPOમાં લિસ્ટિંગ ગેઈનથી રિટર્ન અડધુ થયું

અમદાવાદઃ સંવત 2078માં બીએસઈ IPO ઈન્ડેક્સ 44.18 ટકા તૂટ્યો હતો. જો કે, 70 ટકા IPOએ એવરેજ 58.21 ટકા રિટર્ન આપી રોકાણકારોને રાજીના રેડ કરી દીધાં છે. વિદાય લઇ રહેલાં વિક્રમ સંવત 2078માં કુલ 44 IPOએ રૂ. 97613.7 કરોડ એકત્ર કર્યા હતા. જેમાંથી 31 IPOમાં 5થી 200 ટકા સુધી પોઝિટીવ, જ્યારે 13 IPOમાં એવરેજ 34 ટકા નેગેટીવ રિટર્ન જોવા મળ્યુ હતું. માત્ર 12 IPOએ જ નેગિટિવ લિસ્ટિંગ કરાવ્યું હતું. જ્યારે 28 IPOમાં બેન્ક એફડી કરતાં થોડું વધુ અને 4માં 1થી 5 ટકા રિટર્ન મળ્યું હતું.

અદાણી વિલમરનો આઇપીઓ 197 ટકા રિટર્ન સાથે ટોપ પર્ફોર્મર

IPOઈશ્યૂ પ્રાઈઝ (રૂ.)બંધ (રૂ.)ઉછાળો (ટકામાં)
અદાણી વિલમર230682196.52
વેરાન્ડા137337145.8
ડેટા પેટર્ન્સ5851332127.75
વિનસ પાઈપ્સ326733124.98
કેમ્પસ એક્ટિવ વેર292590101.92

એલઆઇસી IPO કે સાથ સહી, આઇપીઓ કે બાદ નહિં….!!

એલઆઈસી, પેટીએમ, ફિનો પેમેન્ટ્સ સહિતના મોટા અને બહુ ગાજેલા IPOમાં નામ બડે દર્શન ખોટે જેવો ઘાટ જોવા મળ્યો છે. જેમાં રોકાણકારોએ ગોળો અને ગોફણ ખોવાનો વારો આવ્યો છે. દેશ અને એશિયાની ટોચની ઈન્સ્યોરન્સ કંપની એલઆઈસી, દેશની ટોચની ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમ, ફિનટેક્ કંપનીઓમાં ટોચની ફિનો પેમેન્ટ્સ, એજીએસ ટ્રાન્સેક્ટ સહિતની કંપનીઓમાં લિસ્ટિંગથી આજ દિવસ સુધી ઇશ્યૂ પ્રાઇસ જેટલો પણ ભાવ જોવા મળવાનો બાકી છે. પીબી ફિનટેક્ પણ 22 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ બાદથી સતત ઘટ્યો છે.

નામ બડે ઔર દર્શન ખોટે…. ખાયા પિયા કુછ નહિં, ગિલાસ તોડા બારાઆના

IPOઈશ્યૂ પ્રાઈઝબંધઘટાડો
પેટીએમ215062970.73
ફિનો પેમેન્ટ્સ77719666.05
પીબી ફિનટેક્98037961.38
એજીએસ ટ્રાન્સેક્ટ1758054.26
એલઆઈસી94958973.9

1.15 લાખ કરોડથી વધુની સાઈઝના 80 IPOને સેબીની મંજૂરી

કેલેન્ડર વર્ષ- 2022માં 1.15 લાખ કરોડથી વધુની કિંમતના અંદાજિત 80 IPOને સેબીની મંજૂરી મળી

39 કંપનીઓ રૂ. 70 હજાર કરોડથી વધુનું ફંડ IPO હેઠળ એકત્રિત કરવા મંજૂરીની રાહ જોઈ રહી છે

IPO માર્કેટમાં 120 કંપનીઓ 2 લાખ કરોડ એકત્ર કરવા માટે વોલેટિલિટી ઘટે તેની રાહ જૂએ છે

74 IPO નવા વર્ષની શરૂઆતથી છ માસની અંદર યોજાય તેવી શક્યતા છે

સંવત 2079ની શરૂઆતમાં 7 હજાર કરોડના IPO પાઇપલાઇનમાં

IPOઈશ્યૂ સાઈઝ (રૂ.માં)તારીખ
ડીસીએક્સ સિસ્ટમ્સ500 કરોડ31 ઓક્ટોબર-2 નવેમ્બર
બિકાજી ફૂડ્સ*1000 કરોડ3 નવેમ્બર-7 નવેમ્બર
રૂસ્તમજી Keystone*840 કરોડ9 નવેમ્બર-11 નવેમ્બર
યુનિપાર્ટ્સ ઈન્ડિયા*
લેન્ડમાર્ક કાર્સ*762 કરોડ
ગોલ્ડ પ્લસ ગ્લાસ*300 કરોડ+
ફાઈવ સ્ટાર બિઝનેસ*2752 કરોડ

(નોંધઃ * IPO સાઈઝ અને તારીખ અંદાજિત છે.)