અમદાવાદ, 21 જાન્યુઆરીઃ વિવિધ ઉદ્યોગો અને એપ્લિકેશન્સ માટે સ્પેશિયલાઇઝ્ડ, ક્રિટિકલ અને હેવી, પ્રિસિઝન-ફોર્જ્ડ અને મશીન્ડ કમ્પોનેન્ટ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી ઇન્ટિગ્રેટેડ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ કંપની વિનિર એન્જિનિયરિંગ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”)  દાખલ કર્યું છે.

આઈપીઓમાં પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 5,33,00,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. વેચાણ માટેની ઓફરમાં નિતેશ ગુપ્તા (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 5,33,00,000 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

વિનિર એન્જિનિયરિંગ લિમિટેડ એનર્જી, ડિફેન્સ, એરોસ્પેસ, રેલવે, એનર્જી ટર્બાઇન્સ, હાઇડ્રોલિક્સ, અર્થમૂવિંગ, હાઇ-એન્ડ એન્જિનિયરિંગ સહિતના વિવિધ ઉદ્યોગો અને એપ્લિકેશન્સ માટે સ્પેશિયલાઇઝ્ડ, ક્રિટિકલ અને હેવી, પ્રિસિઝન-ફોર્જ્ડ અને મશીન્ડ કમ્પોનેન્ટ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી ઇન્ટિગ્રેટેડ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ કંપની છે.

કંપની 38,000 એમટીપીએની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે જે ત્રણ ઉત્પાદન એકમોમાં વહેચાંયેલી છે. યુનિટ 1 કર્ણાટકના બેંગ્લોરમાં આવેલું છે જ્યારે યુનિટ 2 અને યુનિટ 3 હોસુર અને કાલુકોંડાનાપલ્લીમાં આવેલા છે જે બંને તમિળનાડુમાં છે. આ યુનિટ્સ સંયુક્તપણે 38,160 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલા છે. કંપનીના વૈવિધ્યસભર ગ્રાહકોમાં એનર્જી, ડિફેન્સ, એરોસ્પેસ, રેલવે, એનર્જી ટર્બાઇન્સ, હાઇડ્રોલિક્સ, અર્થમૂવિંગ, હાઇ-એન્ડ એન્જિનિયરિંગ જેવા સેક્ટર્સમાં કામ કરતી કંપનીઓનો સમાવેશ થાય છે જે ભારત તથા અમેરિકા, મેક્સિકો, સ્પેન, મલેશિયા, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, ટ્યૂનિશિયા, કેનેડા જેવા દેશોમાં ફેલાયેલી છે. 30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા છ મહિના અને છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ દરમિયાન તેમણે દરેક વર્ષ-સમયગાળા મુજબ સરેરાશ 60-70 ગ્રાહકો સાથે 150થી વધુ અનન્ય ગ્રાહકોને સેવાઓ આપી છે. આ સમયગાળામાં તેમણે 39 નવા ગ્રાહકો ઉમેર્યા છે.

પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે. કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ આ ઓફરના રજિસ્ટ્રાર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)