GCCI ખાતે ભારતના બોત્સ્વાના ખાતેના હાઈ કમિશનરની મુલાકાત
અમદાવાદ, 9 જુલાઇઃ GCCI એ ભારતના બોત્સ્વાના ખાતેના હાઈ કમિશનર ભરતકુમાર કુથાટી સાથે બિઝનેસ મીટિંગ કરી હતી. GCCI ના પ્રમુખ પથિક પટવારીએ ભરતકુમાર કુઠાટીનું GCCI માં સ્વાગત કર્યું. GCCI ના માનદ મંત્રી અનિલ જૈને H.E.ભરતકુમાર કુઠાટીને GCCI ની પ્રવૃત્તિઓ અને તેના મિશનનો પરિચય કરાવ્યો હતો. H.Eભરત કુમાર કુથાટીએ બોત્સ્વાનામાં GCCI સભ્યો માટે વેપારની તકો વધારવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. GCCI ટીમએ H.E.ભરત કુમાર કુથાટીને વિનંતી કરી કે, બોત્સ્વાના તરફથી સરકારી ટેન્ડરો અને વેપારની જરૂરિયાતો નિયમિતપાને જણાવે, જેથી GCCIના સભ્યોને વ્યાપારિક લાભો મળે. વધુમાં, GCCIએ ગુજરાતમાં મેડિકલ ટુરિઝમ સાથે સંકળાયેલા અન્ય આફ્રિકન દેશોના સફળ ઉદાહરણો ટાંકીને બોત્સ્વાનાથી ગુજરાત સુધી મેડિકલ ટુરિઝમ શરૂ કરવા અંગે વિનંતી કરી હતી.