VMS TMT લિમિટેડનો IPO 17 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 94 – 99
| IPO ખૂલશે | 17 સપ્ટેમ્બર |
| IPO બંધ થશે | 19 સપ્ટેમ્બર |
| એન્કર બિંડિંગ | 16 સપ્ટેમ્બર |
| ફેસ વેલ્યૂ | રૂ. 10 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 94 – 99 |
| IPO સાઇઝ | રૂ. 148.50 કરોડ |
| લોટ સાઇઝ | 150 શેર્સ |
| લિસ્ટિંગ | BSE, NSE |
અમદાવાદ, 13 સપ્ટેમ્બર: કામધેનુ બ્રાન્ડ અંતર્ગત વેચાણ થઈ રહેલાં TMT બારનું ઉત્પાદન કરતી ગુજરાતની કંપની VMS TMT લિમિટેડ એ આજે એની આગામી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે ઇક્વિટી શેરદીઠ ₹ 94થી ₹ 99ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી. આ ઇશ્યૂ 17 સપ્ટેમ્બરે ખુલશે અને 19 સપ્ટેમ્બરે બંધ થશે. એન્કર બિંડિંગ માટે 16 સપ્ટેમ્બરે ખુલશે. IPOમાં ₹10/-ની ફેસ વેલ્યુ ધરાવતા 1,50,000 ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને અનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ:
ગુજરાતમાં કાર્યરત આ કંપની ભારતના ગુજરાતમાં અમદાવાદમાં ભાયલા ગામે ઉત્પાદન સુવિધા ધરાવે છે, જ્યાં TMT બારનું ઉત્પાદન કરે છે. કંપની 31 જુલાઈ સુધી 3 વિતરકો અને 227 ડિલર સાથે નોન-એક્સક્લૂઝિવ ધોરણે વિતરણ નેટવર્ક ધરાવે છે તથા 50થી વધારે ટ્રક ધરાવે છે, જે તેનાં રિટેલ ગ્રાહકોને TMT બારની ઘરઆંગણે ડિલિવરી કરે છે. કંપનીએ વેચાણ કરવા માટે ટિઅર II અને ટિઅર III શહેરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કંપની ઇન-હાઉસ બિલેટ ઉત્પાદન ક્ષમતા 2,16,000 MTPA ધરાવવાની સાથે બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ છે અને પોતાના અંગત વપરાશ માટે 15 MW (મેગાવોટ)નો સોલર પાવર પ્લાન્ટ પણ સ્થાપિત કરી રહી છે.
VMS TMTએ નાણાકીય વર્ષ 2024-25માં કામગીરીમાંથી ₹77,019.10 લાખની આવક કરી હતી. નાણાકીય વર્ષ 2023-24માં કંપનીનો કરવેરાની ચુકવણી પછીનો નફો કે ચોખ્ખો નફો ₹1346.84 લાખ હતો, જે નાણાકીય વર્ષ 2024-25માં વધીને ₹1473.70 લાખ થયો હતો. ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 30 જૂન, 2025ના રોજ પૂર્ણ થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીએ કામગીરીમાંથી ₹21,225.92 લાખની આવક અને ચોખ્ખો નફો ₹857.64 લાખ કર્યો હતો.
લીડ મેનેજર્સ: કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આઇપીઓના બુક રનિંગ લીડ મેનેજર (BRLM) છે, તો કે-ફિન ટેકનોલોજીસ લિમિટેડ ઇશ્યૂની રજિસ્ટ્રાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
