દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ગલ્ફૂડ એક્ષ્પો 20-24 ફેબ્રુઆરીએ યોજાશે
આ એક્સપોમાં વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજીસ ભાગ લેશે
દુબઈ: ગલ્ફુડ એક્ષ્પો 20થી 24 ફેબ્રુઆરી, 2023 સુધી દુબઈમાં યોજાઇ રહ્યો છે. જેમાં 120થી વધારે દેશોમાંથી નિષ્ણાતો અને સમુદાયો સાથે જોડે છે. એફએન્ડબી ઉદ્યોગ કોઈ પણ અર્થતંત્રમાં મહત્વપૂર્ણ પ્રદાતા હોવાથી એક્ષ્પો કોઈ પણ કંપનીની વૃદ્ધિને વેગ આપવામાં મદદરૂપ થઈ શકે એવા મુખ્ય પરિબળો તરીકે ડિજિટલ સ્વીકાર્યતા અને પથપ્રદર્શખ ઇનોવેશનની જરૂરિયાત વ્યક્ત કરશે. આ એક્સપોમાં વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવેરેજીસ લિમિટેડ પણ પહેલી વાર શામેલ થવા જઇ રહી છે. WWFnB એની બે ફ્લેગશિપ બ્રાન્ડ રેડી-ટૂ-ઇટ (RTE) અને ફ્રોઝન ઉત્પાદનો પ્રદાન કરતી ક્વિકશેલ્ફ તથા બેવેરેજીસ અને કોન્ડિમેન્ટના ઉત્પાદનમાં વિશિષ્ટ સ્નેક બડી પ્રસ્તુત કરશે. વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવેરેજીસ લિમિટેડનો દુબઈના બજારમાં પ્રવેશ તેમને તેમની પોતાની બ્રાન્ડ – ક્વિકશેલ્ફ અને સ્નેક બડી સાથે ઉત્પાદનોની બહોળી રેન્જ પ્રસ્તુત કરવાની તક આપશે. આ ભાગીદારી સાથે કંપની નવું વિતરણ નેટવર્ક ઊભું કરવા અને વિદેશી બજારમાં વધારે વિઝિબિલિટી ઊભી કરવા આતુર છે.
કંપનીનાચેરપર્સન અને એમડી સુશ્રી શીતલ ભાલેરાવે કહ્યું હતુ કે, દુબઈમાં એક મિલિયનથી વધારે વસતિ યુવાન વર્કિંગ કરતાં લોકોની છે. જીવનશૈલી સાથે સાતત્ય ધરાવતાં અમારા RTE ઉત્પાદનો અધિકૃત ઘર જેવા ફૂડ ઓફર કરે છે, જે ફ્કત ત્રણ સુવિધાજનક સ્ટેપમાં બહુપરિમાણીય અને સ્વાદિષ્ટ ફ્લેવર્સ ધરાવે છે.