ગાંધીનગર, 10 જાન્યુઆરી: વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટી લિ.એ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશનમાં તેની બ્રાન્ડ “જોય ઈ-બાઈક” હેઠળ ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર સેગમેન્ટ અને “જોય ઈ-રીક” અંતર્ગત ઈલેક્ટ્રિક કોમર્શિયલ વ્હિકલ્સ સેગમેન્ટમાં કોન્સેપ્ટ મોડલ રજૂ કર્યા છે. કંપનીએ ચાર ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનોના કન્સેપ્ટ મૉડલ સાથે બે હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર્સના કન્સેપ્ટ મૉડલ્સનું પ્રદર્શન કર્યા છે. જેમાં ગોલ્ફ કાર્ટ (6 સીટર), ગાર્બેજ વ્હીકલ , ઇ-કાર્ટ અને ઇ-લોડર વાહન સમાવિષ્ટ છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યતિન ગુપ્તેએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સાથે રૂ. 2000 કરોડના મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MOU) હેઠળ વોર્ડવિઝાર્ડે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રોકાણ કર્યા છે. જેમાં ઈલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હિલર્સના આરએન્ડડી, વડોદરાના પ્લાન્ટમાં મોટર એસેમ્બ્લી સ્થાપિત કરવી, લી-આયન સેલ પ્રોડક્શન, અને રો મટિરિયલ મેન્યુફેક્ચરિંગ માટે એન્સિલરીઝનો વિકાસ સામેલ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)