અદાણી સાથે જે આજે થઇ રહ્યું છે, તે 15 વર્ષ પહેલાં DLF સાથે થયું હતુઃ કેપી સિંઘ
અમદાવાદઃ ડીએલએફના ચેરમેન કે પી સિંઘે જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચ સાથે અદાણી જૂથ જે સામનો કરી રહ્યું છે તે 15 વર્ષ પહેલાં રિયલ એસ્ટેટ ફર્મ DLFના IPO પહેલાં સામનો કરવો પડ્યો હતો. સિંઘે જણાવ્યું કે કેવી રીતે કેનેડિયન ફર્મે દોઢ દાયકા પહેલા જ્યારે DLF IPO લાવી રહી હતી ત્યારે રિપોર્ટ લાવવાની ધમકી આપી હતી.” અમે કહ્યું… તમે જે કરવું હોય તે કરો કરી શકો છો,” ‘બ્લેકમેલર્સ’ છે જેઓ કોઈપણ મોટા શેર વેચાણ અંગેના અહેવાલો બહાર લાવે છે. સિંઘે જણાવ્યું હતું કે યુએસ શોર્ટ સેલર દ્વારા કરાયેલા આક્ષેપોને પગલે ગૌતમ અદાણીના બિઝનેસ સામ્રાજ્યમાં ઉથલપાથલ સર્જાઈ છે પરંતુ તેનાથી ભારતમાં વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો નથી અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓ પર બેન્કોએ અદાણી ગ્રૂપને ધિરાણ આપ્યું હશે તેવા સૂચનોને રદિયો આપ્યો છે. તેમણે જણાવ્યું કે મારી પાસે અદાણી વિશે કોઈ માહિતી નથી પણ જો આજે કોઈ એવું વિચારે છે કે વડા પ્રધાનના ફોનથી બેન્કર્સ લોન આપશે તો તેઓ મૂર્ખની દુનિયામાં જીવે છે. કોઈ બેંકર આ કામ નહીં કરે. હિંડનબર્ગ રિપોર્ટ દ્વારા સર્જાયેલી કટોકટી પછી વડા પ્રધાને અદાણીનો નામ લઈને ઉલ્લેખ કર્યો નથી તે અંગે સિંહે કહ્યું કે મોદીએ જવાબ આપવાની જરૂર નથી અને તેમનું કામ ચાલુ રાખવું જોઈએ. ”આટલા બધા કૂતરા ભસશે, તેણે તેનો જવાબ ન આપવો જોઈએ. તંત્ર ધ્યાન આપશે.