ઝેગલ બિઝનેસ વિસ્તરણ અને વ્યૂહાત્મક ગ્રોથ માટે ફ્રેશ ઈશ્યૂ દ્વારા રૂ. 490 કરોડ એકત્ર કરશે
પ્રિ-આઈપીઓ પ્લેસમેન્ટ મારફત હાલમાં જ રૂ. 98 કરોડ એકત્ર કર્યા હતા
મુંબઇ, 31 ઓગસ્ટઃ ખર્ચ ઓટોમેશન સોલ્યુશન્સ અને કોર્પોરેટ કાર્ડ્સ પ્લેયર પ્રદાન કરતી B2B SaaS ફિનટેક ઝેગલ પ્રીપેઈડ ઓશન સર્વિસિસ લિમિટેડ (Zaggle)એ બિઝનેસ વિસ્તરણ અને સ્ટ્રેટેજિક ગ્રોથ માટે ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 490 કરોડ એકત્ર કરવાની યોજના જાહેર કરી છે. ઝેગલ આ ફંડિંગનો ઉપયોગ ગ્રાહક સંપાદન અને તેને જાળવી રાખવાના ખર્ચપેટે રૂ. 300 કરોડ; ટેકનોલોજી અને ઉત્પાદનોના વિકાસ માટે રૂ. 40 કરોડ, અને અમુક દેવાંની પુન:ચુકવણી/પૂર્વ ચુકવણી માટે રૂ. 18 કરોડ ઉપરાંત જનરલ કોર્પોરેટ હેતુઓ પૂર્ણ કરવા કરશે. કંપનીએ તાજેતરમાં પ્રિ-આઈપીઓ પ્લેસમેન્ટ મારફત 5,975,609 ઇક્વિટી શેર રૂ. 164 પ્રતિ શેર જારી કરી રૂ. 98 કરોડ એકત્ર કર્યા છે. જેમાં શ્રી આશિષ રમેશચંદ્ર કચોલિયા, બેંગાલ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રા.લિ., વેલ્યુ ક્વેસ્ટ સ્કેલ ફંડ, હિમાંશી કેલા, એબ્સોલ્ટ રિટર્ન્સ સ્કીમ, વિકાસ ઈન્ડિયા EIF I ફંડ – ઈન્ક્યુબ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ અને Acintyo ઈન્વેસ્ટમેન્ટ ફંડ PCC – સેલ 1એ ભાગ લીધો હતો.
બેંગાલ ફાઈનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ, વેલ્યૂ ક્વેસ્ટ સ્કેલ ફંડ, આશિષ રામચંદ્ર કચોલિયા, અને અન્યોએ પ્રિ-આઈપીઓ ફંડિંગમાં ભાગ લીધો હતો
કંપનીના બિઝનેસ મૉડલ અને તેના વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયોને જોતાં હાલ દેશ કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઝેગલ જેવો બિઝનેસ પોર્ટફોલિયો ધરાવતી કોઈ હરીફ કંપની લિસ્ટેડ નથી. છેલ્લા એક દાયકામાં Zaggleએ મજબૂત નાણાકીય પરિણામો આપ્યા છે. જે દેશમાં છેલ્લા 3 વર્ષથી સતત નફાકારક રહેતી ફિનટેક કંપનીઓમાં સામેલ છે.
ઝેગલ એક વિભિન્ન મૂલ્ય પ્રસ્તાવ અને વૈવિધ્યસભર યુઝર બેઝ ઓફર કરે છે. કંપની તમામ ઉદ્યોગોમાં ગ્રાહકો સાથે કામ કરે છે અને ગ્રાહકો અને વપરાશકર્તાઓને ઓફરો પ્રદાન કરે છે. જેમાં કર્મચારીઓ, ચેનલ પાર્ટનર્સ અને ગ્રાહકોનો સમાવેશ થાય છે, જ્યારે વેપારીઓ, બેન્કો અને NBFCs સાથે સહયોગ કરીને, દરેક સ્ટેકહોલ્ડરને મજબૂત મૂલ્ય પ્રસ્તાવ પ્રદાન કરે છે. 30 જૂન, 2022 સુધીમાં, કંપની 1,436 કોર્પોરેટ ખાતા અને 460 SMB ખાતા ધરાવતી હતી.
SaaS અને ફિનટેક ઇકોસિસ્ટમ સાથે, Zaggle પ્લેટફોર્મ ડિઝાઈન કરવામાં આવી છે
બિઝનેસ ખર્ચ સંચાલન (ખર્ચ સંચાલન અને વેન્ડર મેનેજમેન્ટ સહિત),
કર્મચારીઓ અને ચેનલ પાર્ટનર્સ માટે પુરસ્કારો અને પ્રોત્સાહનોનું સંચાલન; અને
વેપારીઓ માટે ગિફ્ટ કાર્ડ મેનેજમેન્ટ જેને કસ્ટમર એન્ગેજમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (“CEMS”) તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના કેટલીક મુખ્ય કોર પ્રોડક્ટ્સ પ્રોપેલ, સેવ, ઝોયર, XPNS વગેરે છે.