ઝાયડસે સ્કોપોલામાઇન ટ્રાન્સડર્મલ સિસ્ટમ માટે યુએસએફડીએ મંજૂરી મેળવી
અમદાવાદ, 2 સપ્ટેમ્બર: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે સ્કોપોલામાઇન ટ્રાન્સડર્મલ સિસ્ટમ માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) પાસેથી મંજૂરી મેળવી છે. ટ્રાન્સડર્મલ પોર્ટફોલિયોમાં ઝાયડસ માટે આ પાંચમી એએનડીએ મંજૂરી છે, જે જટિલ ડ્રગ ડિવાઇસ ડોસેજ ફોર્મના ઉત્પાદનમાં ગ્રૂપની ક્ષમતાનો લાભ ઉઠાવે છે.
સ્કોપોલામાઇન ટ્રાન્સડર્મલ સિસ્ટમ 1એમજી/3 દિવસ એનેસ્થેસિયા, નાર્કોટિક પેઇન મેડિસીન અને સર્જરી બાદ ઉબકા અને ઉલટીને રોકવા માટે સૂચવવામાં આવે છે. તે મોશન સિકનેસને કારણે થતાં ઉબકા અને ઉલટી રોકવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. સ્કોપોલામાઇન ટ્રાન્સડર્મલ સિસ્ટમનું ઉત્પાદન અમદાવાદમાં મેટોડા ખાતે એસઇઝેડમાં ગ્રૂપની ટ્રાન્સડર્મલ મેન્યુફેક્ચરિંગ સાઇટ ખાતે કરાશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)