મુંબઈ,25મી સપ્ટેમ્બર 2024: બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે ઈનોવેટીવ નવી ફંડ ઓફર બરોડા બીએનપી પરિબા નિફ્ટી200 મોમેન્ટમ 30 ઈન્ડેક્સ ફંડ શરૂ કરી છે. આ સ્કીમ 25 સપ્ટેમ્બર 2024ના રોજ ખુલીને 9 ઓક્ટોબર 2024ના રોજ બંધ થશે. આ સ્કીમ મોમેન્ટમ ઇન્વેસ્ટિંગની શક્તિનો લાભ લઈને નિફ્ટી 200 ટોટલ રિટર્ન ઇન્ડેક્સમાંથી ટોચના 30 મોમેન્ટમ શેરમાં રોકાણ દ્વારા રોકાણકારોને સ્માર્ટ, પેસિવ વ્યૂહરચના ઓફર કરે છે.

હાઇલાઇટ્સ:

ફંડ 30 કંપનીઓના પોર્ટફોલિયોમાં રોકાણ કરીને નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઈન્ડેક્સને ટ્રેક કરશે જે NIFTY 200 મોમેન્ટમ 30 ઈન્ડેક્સનો ભાગ છે.આ 30 કંપનીઓ તેમના સામાન્ય મોમેન્ટમ સ્કોર્સના આધારે NIFTY 200 ઇન્ડેક્સમાંથી પસંદ કરવામાં આવી છે.નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઈન્ડેક્સ તેની શરૂઆતથી સતત નોંધપાત્ર માર્જિનથી NIFTY 50 ઈન્ડેક્સ કરતાં આગળ રહ્યો છે.નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઈન્ડેક્સ TRI ના એપ્રિલ 2005માં શરૂઆતમાં એક લાખનું રોકાણ કર્યું હોવાનું ધારીએ તો તે વધીને 46 લાખ થઈ શકે છે. જ્યારે નિફ્ટી 50 TRI માં રોકાણ કરાયેલ સમાન રકમ વધીને 15.5 લાખ થઈ હશે; નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઇન્ડેક્સ આ સમય દરમિયાન નિફ્ટી 50 TRI કરતા ત્રણ ગણું વધુ વળતર આપે છે. ભૂતકાળમાં જે દેખાવ કર્યો હતો તે ભવિષ્યમાં સ્થિર રહી પણ શકે અથવા ન પણ રહે અને ભવિષ્યમાં કોઈપણ વળતરની બાંયધરી નથી.

નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઇન્ડેક્સ- નિફ્ટી 50 ઇન્ડેક્સ કરતાં નોંધપાત્ર આઉટપરફોર્મન્સ(કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ):

1 Year3 Year5 Year10 Year15 YearSince Inception*
Nifty 200 Momentum 30 TRI (%CAGR)68.91%25.38%30.53%23.04%21.85%21.80%
Nifty 50 TRI (%CAGR)32.64%15.17%19.39%13.61%13.28%15.19%

પાછલા 15 વર્ષો ની માહિતી દર્શાવે છે કે નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઈન્ડેક્સ TRI એ નિફ્ટી 50 TRI ના વાર્ષિક 13% ની સરખામણીમાં 22% પ્રતિ વર્ષ CAGR પર વૃદ્ધિ પામી છે અને નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઇન્ડેક્સની નકલ કરીને નિયમ-આધારિત રોકાણને અનુસરે છે.

ટોચના 10 શેરો નિફ્ટી 200 :

Top 10 constituents of the Nifty 200 Momentum 30 Index TRIWeight in percentageTop 10 constituents of the Nifty 200 Total Return IndexWeight in percentage
Trent Ltd.6.3HDFC Bank Ltd.7.4
Tata Motors Ltd.5.5Reliance Industries Ltd.6.1
NTPC Ltd.5.4ICICI Bank Ltd.5.2
Bajaj Auto Ltd.5.3Infosys Ltd.4.2
Bharti Airtel Ltd.5.3ITC Ltd.2.8
Coal India Ltd.4.9Tata Consultancy Services Ltd.2.8
Adani Ports and Special Economic Zone Ltd.4.8Larsen & Toubro Ltd.2.6
Bharat Electronics Ltd.4.6Bharti Airtel Ltd.2.6
REC Ltd.4.6Axis Bank Ltd.2.0
Mahindra & Mahindra Ltd.4.6State Bank of India1.9

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)