4 બ્રોકરેજ હાઉસની ભલામણઃ CMS ઇન્ફોસિસ્ટમ્સ ખરીદોઃ ટાર્ગેટ રૂ. 436-470
શેરની છેલ્લા એક વર્ષની ટોપ-બોટમ
છેલ્લો (30-10-23) | 366 |
52 વીક હાઇ | 409 |
52 વીક લો | 261 |
બ્રોકરેજ હાઉસિસની નજરે ટાર્ગેટ એટ એ ગ્લાન્સ
બ્રોકરેજ હાઉસ | ભલામણ | ટાર્ગેટ |
IIFL સિક્યુ. | ખરીદો | 436 |
જેફરીસ | ખરીદો | 470 |
JM ફાઇનાન્સ | ખરીદો | 460 |
એશિયન માર્કેટ સિક્યુ. | ખરીદો | 450 |
અમદાવાદ, 30 ઓક્ટોબરઃ CMS ઇન્ફો સિસ્ટમ્સ એ ભારતની અગ્રણી બિઝનેસ સર્વિસ કંપનીઓમાંની એક છે અને સંખ્યાના આધારે ભારતની સૌથી મોટી રોકડ વ્યવસ્થાપન કંપની છે. ATM પોઈન્ટ્સ અને રિટેલ પિક-અપ પોઈન્ટ્સની સંખ્યા, અને તેના ગ્રાહકોને અનુરૂપ રોકડ વ્યવસ્થાપન અને વ્યવસ્થાપિત સેવાઓના ઉકેલોની વિશાળ શ્રેણી ઓફર કરે છે ATM નેટવર્ક મેનેજમેન્ટ, રિટેલ મેનેજમેન્ટ અને સંચાલિત સેવાઓ સહિત. કંપની નાણાંના સમગ્ર પ્રવાહ અને સંચાલનનું સંચાલન કરે છે 1,50,000 બિઝનેસ પોઈન્ટ ધરાવે છે. કંપનીએ યોજેલા આઇપીઓને પણ રોકાણકારો તરફથી ખૂબજ પ્રોત્સાહક રિસ્પોન્સ મળ્યો હતો.
કંપનીના શેરનું પર્ફોર્મન્સ એટ એ ગ્લાન્સ
(%) | 3m | 1yr | 3yr |
CMSINFO | (4.6) | 9.7 | N/A |
Nifty | (4.3) | 8.5 | 67.1 |
NSE500 | (2.1) | 10.8 | 78.7 |
BSE Midcap | 2.7 | 23.6 | 115.3 |
2QFY24 માટે, CMS ઇન્ફોએ રૂ. 844 મિલિયનનો નફો નોંધાવ્યો, જે વાર્ષિક ધોરણે 16% વધ્યો છે. જોકે, રૂ.100 મિલિયનના બિન-રોકડ Esop ખર્ચને કારણે અંદાજોથી નીચે રહ્યો છે. એડજસ્ટેડ નફો 25% YoY વૃદ્ધિ અનુમાન મુજબ જ રહ્યો છે. આગામી સમયગાળામાં ATM આઉટસોર્સિંગ, છૂટક રોકડ વ્યવસાયમાં વૃદ્ધિના સંજોગો વધુ ઉજ્જવળ જણાય છે. સાથે સાથે કંપનીના અને RMS બિઝનેસમાં વધારો થવાની ચારેય બ્રોકરેજ હાઉસે ધારણા વ્યક્ત કરી છે. FY23-26 નફામાં 17% Cagr વૃદ્ધિના અંદાજો જોતાં આ મિડકેપ શેર ખરીદવાની ભલામણ કરાઇ છે.
કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન
(%) | Mar-23 | Jun-23 | Sep-23 |
Promoter | 60.2 | 46.5 | 26.7 |
FII | 13.1 | 15.3 | 23.8 |
DII | 10.2 | 19.0 | 21.1 |
Others | 16.4 | 19.2 | 28.4 |
કંપનીએ મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત 2 હજાર એટીએમ ઉત્પાદન માટેની સુવિધા સ્થાપી છે. વધુમાં પીએસયુ બેન્કો વધુ સંકલિત સેવાઓ ઇચ્છી રહી હોવાના કારણે પણ કંપનીને વધુ ઓર્ડર્સ મળવાનો આશાવાદ જણાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)