અમદાવાદ, 6 મે:

Hindustan Petroleum Corporation Limited (HPCL) તેની 9 મે, 2024ના રોજ યોજાનારી બોર્ડ બેઠકમાં ચોથા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ 2023-24ના પરિણામોની જાહેરાત દરમિયાન શેરધારકોને બોનસ શેર્સ આપી શકે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા બોનસ શેર જારી કરવા મંજૂરી મળી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, હજી રેકોર્ડ તારીખની જાહેરાત થઈ નથી.

ત્રીજી વખત બોનસ શેર જારી કરી શકેબોનસ શેર્સનો લાભ
હિન્દુસ્તાન પેટ્રોલિયમ આ ત્રીજી વખત બોનસ શેર જારી કરી શકે છે. અગાઉ 2016માં 2:1 અર્થાત શેરદીઠ બે શેર બોનસ શેર પેટે ફાળવ્યા હતા. બાદમાં 2017માં 1:2 (બે શેર પર 1 શેર બોનસ શેર) બોનસ શેર જારી કર્યા હતા.કંપનીઓ પોતાની ફ્રી રિઝર્વ્સનો ઉપયોગ કરી શેરદીઠ કમાણીમાં વધારો કરવાના ઉદ્દેશ સાથે બોનસ શેર જારી કરતી હોય છે. જેમાં તેમની પેઈડ-અપ કેપિટલ વધે છે. શેરહોલ્ડર્સ પણ કોઈપણ વધારાના ચાર્જ વિના શેર હોલ્ડિંગ પર વધારા શેર્સ મેળવી તેમની ખરીદ કિંમતને એવરેજમાં ઘટાડો કરી વધુ રિટર્ન મેળવી શકે છે. જે રોકાણકાર તેની એક્સ-ડેટ પહેલાં કંપનીમાં શેર હોલ્ડિંગ ધરાવતા હોય તેમને બોનસ શેર ફાળવવામાં આવશે.

હિન્દુસ્તાન પેટ્રોલિયમનો શેર આજે એનએસઈ ખાતે 4 ટકા તૂટી 513.65 પર બંધ રહ્યો હતો. છેલ્લા 12 માસમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનનો શેર 100 ટકા વધ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)