2022માં 40 IPO મારફત રૂ. 59412 કરોડ એકત્ર કરાયા
2021માં 60 IPO મારફત ₹118723 કરોડ એકત્ર થયા હતા
લિસ્ટિંગ ગેઇન આગલાં વર્ષના 32.19 ટકાથી ઘટી 10 ટકા થયો
સૌથી વધુ લિસ્ટિંગ ગોઇન ડીસીએક્સ સિસ્ટમમાં 49 ટકા નોંધાયું
2022માં 85 ઓફર ડોક્યુમેન્ટ્સ ફાઇલ થયાં ગત વર્ષે 128 હતા
અમદાવાદઃ 2022માં 40 કંપનીઓએ IPO મારફત રૂ. 59412 કરોડ એકત્ર કર્યા હતા. તે પૈકી એકલા એલઆઇસીના IPOએ જ 35 ટકા એટલેકે રૂ. 20557 કરોડ એકત્ર કર્યા છે. પ્રાઇમરી માર્કેટમાંથી ઓવરઓલ ફંડ રેઇઝ કરવાનું પ્રમાણ 2021ના રૂ. 202048 કરોડ સામે 55 ટકાના ઘટાડા સાથે રૂ. 90995 કરોડ રહ્યું હોવાનું જોવા મળ્યું છે.
પ્રાઇમરી માર્કેટમાંથી એકત્ર ફંડ એક નજરે (આંકડા રૂ. કરોડમાં)
Year | IPOs (incl. SME IPOs) | FPOs (incl. SME FPOs) | OFS(SE) | QIPs (incl. InvIT/ ReIT-QIPs) | InvITs/ ReITs | Total Equity | Public Bonds (incl. InvIT/ReIT-Public Debt) | Total Equity + Bonds |
2022 | 61,286 | 4,314 | 11,269 | 12,960 | 1,166 | 90,995 | 8,001 | 98,997 |
2021 | 1,19,469 | 29 | 22,912 | 41,997 | 17,641 | 2,02,048 | 16,262 | 2,18,310 |
2020 | 26,772 | 15,024 | 20,901 | 84,501 | 29,715 | 1,76,914 | 8,281 | 1,85,194 |
2019 | 12,985 | 11 | 25,999 | 35,238 | 8,008 | 82,241 | 18,637 | 1,00,878 |
2018 | 33,246 | – | 10,672 | 16,587 | 3,145 | 63,651 | 30,701 | 94,352 |
2017 | 68,827 | 12 | 18,094 | 61,148 | 7,283 | 1,60,032 | 6,511 | 1,66,543 |
2016 | 27,031 | 9 | 13,066 | 4,712 | – | 44,819 | 41,827 | 86,646 |
2015 | 13,874 | – | 35,566 | 19,065 | – | 68,505 | 21,547 | 90,053 |
2014 | 1,468 | 497 | 5,011 | 31,684 | – | 39,078 | 24,216 | 63,295 |
2013 | 1,619 | 6,959 | 23,964 | 8,075 | – | 45,440 | 34,643 | 80,083 |
2012 | 6,938 | – | 23,769 | 4,705 | – | 36,253 | 23,365 | 59,619 |
Source: primedatabase
27 કંપનીઓની રૂ. 37000 કરોડની એપ્રૂવલ લેપ્સ થઇ ગઇ
7 કંપનીએ રૂ. 4200 કરોડ એકત્ર કરવાની યોજના માંડી વાળી
40માંથી 17 IPO માત્ર છેલ્લા બે માસમાં યોજાયા
રિટેલ રોકાણકારોનું સબસ્ક્રીપ્શન 22 ટકા ઘટી રૂ. 46437 કરોડ
2022ના નોંધપાત્ર IPO એક નજરે
કંપની | રૂ. કરોડ |
LIC | 20557 |
Delhivery | 5235 |
Adani Wilmar | 3600 |