Paytmને થર્ડ પાર્ટી યુપીઆઈ એપ્લિકેશન તરીકે મંજૂરી આપતાં શેરમાં 5 ટકા અપર સર્કિટ
અમદાવાદ, 15 માર્ચઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ કંપનીને યુનિફાઈડ પર થર્ડ પાર્ટી એપ્લીકેશન પ્રોવાઈડર (TPAP) તરીકે કામ કરવાની મંજૂરી આપ્યા પછી 15 માર્ચે Paytmનું સંચાલન કરતી One97 કોમ્યુનિકેશન્સના શેર 5 ટકા અપર સર્કિટ સાથે રૂ. 370ના સ્તારે પહોંચ્યા હતા. મોર્ગન સ્ટેન્લી વિશ્લેષકોએ પણ પેટીએમ કાઉન્ટર પર રૂ. 555ના ટાર્ગેટ સાથે ‘ઈકવલ-વેઈટ’ કોલ આપ્યો હતો, જે વર્તમાન સ્તરથી 57 ટકાનો વધારો દર્શાવે છે.
તાજેતરમાં, RBI દ્વારા Paytm પેમેન્ટ્સ બેન્ક પર અમુક કામગીરી હાથ ધરવા પરના પ્રતિબંધને કારણે Paytmનો સ્ટોક દિવસેને દિવસે નીચલી સર્કિટમાં અથડાઈ રહ્યો છે. જો કે, બજારના સહભાગીઓ હવે થોડી રાહત જોઈ શકે છે કારણ કે NPCIએ યુઝર્સને એપ પર ટ્રાન્જેક્શન માટે UPIનો ઉપયોગ કરવાની લીલીઝંડી આપી છે.
આ વર્ષે અત્યાર સુધીમાં પેટીએમનો સ્ટોક 44 ટકાથી વધુ તૂટી ગયો છે. 16 ફેબ્રુઆરી, 2024ના રોજ રૂ. 318ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો. TPAP મોબાઇલ વોલેટ્સ, સ્ટોર એપ્લિકેશન્સ અથવા અન્ય કોઈપણ સિસ્ટમ માટે UPIનો ઉપયોગ કરે છે. NPCI UPI પ્લેટફોર્મ ચલાવે છે. TPAPs UPIના સેટઅપનો ઉપયોગ કરે છે અને વ્યવહારો હેન્ડલ કરવા માટે ચુકવણી સેવા પ્રદાતાઓ (PSPs) અને બેન્કો સાથે સહકાર આપે છે.
NPCIની મંજૂરી પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર આરબીઆઈના નિયંત્રણો શરૂ થવાના એક દિવસ પહેલા આવે છે. પેટીએમ પેમેન્ટ્સ બેન્ક માટે એસબીઆઈ, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને યસ બેન્ક પેમેન્ટ પ્રોવાઈડર તરીકે કાર્ય કરશે.
મોર્ગન સ્ટેનલીના વિશ્લેષકો આ પગલાને હકારાત્મક વિકાસ તરીકે અને અપેક્ષાઓ સાથે સુસંગત માને છે. બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે, “અમે ફેબ્રુઆરી 2024 દરમિયાન કંપનીના વ્યવસાયો પર સંભવિત અસર અંગે અપડેટની રાહ જોતા રહીશું. અમે કંપની માટે અપડેટેડ કમર્શિયલ્સની રાહ જોઈ રહ્યા છીએ કારણ કે Paytm પેમેન્ટ્સ બેન્કનો વ્યવસાય અન્ય બેન્કોમાં મર્જ કરવામાં આવ્યો છે.”
NPCIએ પેટીએમને તમામ હાલના હેન્ડલ્સ અને આદેશોને વહેલી તકે નવી PSP બેન્કોમાં સ્થાનાંતરિત કરવાની સલાહ આપી છે. PSP બેન્ક, તેની એપ્લિકેશન અથવા અન્ય સેવાનો ઉપયોગ કરીને, ગ્રાહકોને UPI માટે સાઇન અપ કરવામાં મદદ કરે છે. આ તેમના બેન્ક એકાઉન્ટને તેમના UPI ID સાથે લિન્ક કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)