RBIએ રેપો રેટ યથાવત જાળવી રાખ્યા બાદ શેરબજારમાં સુધારાની ચાલમાં આગેકૂચ જોવા મળી હતી. તેના કારણે આજે સળંગ 5માં દિવસે પણ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેવા સાથે ધીરે ધીરે વેલ્યૂ બાઇંગ વધી રહ્યું છે. સેન્સેક્સે ઇન્ટ્રા-ડે 59950 પોઇન્ટની અને નિફ્ટીએ 17639 પોઇન્ટની ટોચ નોંધાવી હતી. રિઝર્વ બેન્ક રેપોરેટમાં 50 બેઝિસ પોઇન્ટ સુધી વધારો કરશે તેવી અટકળો વચ્ચે આરબીઆઇએ રેપો રેટ 6.50 ટકાના સ્તરે જાળવી રાખતાં બજારે હાશકારો અનુભવ્યો હતો.

ખાસ કરીને રેટ સેન્સિટિવ સેક્ટર્સ જેવાં કે રિયલ્ટી, ઓટો અને ફાઈનાન્શિયલ સર્વિસિસ વગેરે રેટ સેન્સિટિવ શેરોમાં ભારે લેવાલીથી ભારતીય શેરબજાર ગુરુવારે ગ્રીન ઝોનમાં બંધ રહ્યં હતું. બીએસઈ સેનસેક્સ 144 પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 17600ની નજીક બંધ રહ્યો હતો. જ્યારે મેટલ, આઈટી, ટેકનો અને ટેલીકોમ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.71 ટકા અને 0.70 ટકા વધીને બંધ રહ્યા હતા.

રેટ સેન્સિટિવ સેક્ટોરલ્સમાં સુધારાની આગેકૂચ

IndexOpenHighLowCurrentPrev. CloseCh (pts)Ch (%)
SENSEX5962759950595205983359689143.660.24
MidCap2417224373241302435124179172.190.71
SmallCap2753127744275072772527532193.720.70
AUTO2843328775283842874928483266.800.94
BANKEX46441467374622946453464467.230.02
Fin.Service8549862185248602855249.590.58
REALTY3133324531323235314391.182.90

આજે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન BSE સેન્સેક્સ 59,950.06 અને 59,520.12 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 143.66 પોઈન્ટ્સ ઉછળીને 59,842.31 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 17,638.70 અને 17,502.85 પોઈન્ટ્સની સપાટી વચ્ચે રમી 42.10 પોઈન્ટ્સના ઉછાળા સાથે 17,599.15 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને પોઝિટિવ

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ301713
બીએસઇ363623651167

મેઇડન ફોર્જિંગ્સ લિમિટેડ BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ 431મી કંપની

બીએસઇના એસએમઇ પ્લેટફોર્મ ઉપર આજે મેઇડન ફોર્જિંગ્સ લિમિટેડ લિસ્ટેડ થનારી 431મી કંપની બની છે. નવી દિલ્હી સ્થિત કંપની ફેરસ મેટલ, સ્ટીલ અને ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રે વ્યસ્ત છે. જોકે રૂ. 63ની ઇશ્યૂ પ્રાઇસ સામે કંપનીનો શેર રૂ. 59.86ની સપાટીએ રૂ. 3.14 એટલેકે 4.98 ટકાની મંદીની સર્કીટ સાથે બંધ રહ્યો હતો.