AU Bankનો વાર્ષિક નફો 26 ટકા વધી રૂ. 1428 કરોડ, રૂ. 1 ડિવિડન્ડ
અમદાવાદ, 25 એપ્રિલઃ AU Small Finance Bank Limitedએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે ચોખ્ખો નફો 23 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1428 કરોડ થયો છે. બેન્કની કુલ આવકો 34 ટકા વધી રૂ. 9240 કરોડ અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 37 ટકા વધી રૂ. 4425 કરોડ નોંધાઇ છે. બેન્કની ગ્રોસ એનપીએ 1.66 ટકા (1.98 ટકા) જ્યારે નેટ એનપીએ 0.42 ટકા (0.50 ટકા) નોંધાઇ છે. બેન્કે શેરદીઠ 10 ટકા (રૂ. 1) ડિવિડન્ડની જાહેરાત કરી છે. બેન્કની ડિપોઝિટ્સ 32 ટકા વધી રૂ. 69365 કરોડ રહેવા સાથે CASA 38.4% (37.3%) નોંધાવ્યા છે.
માર્ચના અંતે પુરાં થયેલા ત્રિમાસિક માટે બેન્કનો ચોખ્ખો નફો 23 ટકા વધી રૂ. 425 કરોડ, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 6.1 ટકા (6.3 ટકા) નોંધાવ્યા છે.