અમદાવાદ, 10 મેઃ ટેલિકોમ સાધનો, ઓપ્ટિકલ ફાઈબર અને ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સના ઉત્પાદનમાં કામગીરી સાથે અને ટેલિકોમ કંપનીઓ, સંરક્ષણ અને રેલવે ક્ષેત્રો માટે કોમ્યુનિકેશન નેટવર્ક સોલ્યુશન્સ ઓફર કરતી ટેક્નોલોજી એન્ટરપ્રાઈઝ, HFC લિમિટેડ (‘HFCL’)એ 31 માર્ચ 2023ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને વર્ષના ઑડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.

કોન્સોલિડેટેડ નાણાકીય કામગીરીની મુખ્ય વિગતો-FY23

વિગતોFY23 ₹.કરોડમાંFY22 ₹.કરોડમાંવાર્ષિક ફેરફાર %
આવક4,7434,7270.34%
EBIDTA665692-3.91%
EBIDTA માર્જિન(%)14.04%14.66%-62Bps
PAT317326-2.50%
PAT માર્જિન(%)6.70%6.89%-19Bps

  31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં, કંપનીએ સ્ટેન્ડએલોન ધોરણે આવક ₹ 4396 કરોડ, EBIDTA ₹ 516 કરોડ,વેરા પહેલાનો નફો₹ 342 કરોડ અને વેરા બાદનો નફો ₹255 કરોડ નોંધાવ્યો હતો.

કોન્સોલિડેટેડ નાણાકીય કામગીરીની મુખ્ય વિગતો -Q4FY23

વિગતોQ4FY23 ₹.કરોડમાંQ3FY23 ₹.કરોડમાંફેરફાર QoQ%Q4FY22 ₹.કરોડમાંફેરફાર YoY%
આવક1433108631.97%118321.13%
EBIDTA168194-13.01%1549.43%
EBIDTA11.74%17.80%-606Bps12.99%-125Bps
PAT79102-22.57%6815.49%
PATમાર્જિન(%)5.49%9.36%-387Bps5.76%-27Bps

સ્ટેન્ડએલોન ધોરણે કંપનીએ ત્રિમાસિક આવક₹1323કરોડ, EBIDTA ₹114 કરોડ, વેરા પહેલાનો નફો ₹ 69 કરોડ,અને વેરા બાદનો નફો ₹ 51 કરેડ નોંધાવ્યો હતો.

HFCLના મેનેજિંગ ડિરેક્ટર મહેન્દ્ર નાહટાએ જણાવ્યું કે, FY23 દરમિયાન અમને આંતરરાષ્ટ્રીય બિઝનેસમાંથી નોંધપાત્ર રીતે વધેલી આવક જોવા મળી છે જે  FY22માં Rs 363 કરોડથી વધીને FY23માં Rs.817 કરોડ થઇ હતી, જે વાર્ષિક ધોરણે 125%ની વૃદ્ધિ બતાવે છે.