અમદાવાદ, 10 મેઃ સર્વે પેન્શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ તા. 31/07/2023 સુધીમાં જે બેન્કમાંથી પેન્શન મેળવતા હોય તે બેન્કમાં હયાતીની ખરાઈ કરાવી લેવાની હોય છે. નાયબ નિયામક, પેન્શન ચૂકવણા કચેરી, અમદાવાદની અખબારી યાદી જણાવે છે કે અન્યથા ઓગસ્ટ પેઇડ ઇન સપ્ટેમ્બરનું પેન્શન બંધ કરવાની જોગવાઈ છે. આથી પેન્શનરોએ હયાતીની ખરાઈ જુલાઈ માસના અંત સુધીમાં સંબંધિત બેન્કમાં જઈને કરાવી લેવાની રહેશે.