અમદાવાદ, 9 જૂનઃ સેન્સેક્સે ઇન્ટ્રા-વીક 941 પોઇન્ટની 63321 પોઇન્ટનું ટોપ અને 62380 પોઇન્ટનું બોટમ બનાવવા સાથે સપ્તાહના અંતે 79 પોઇન્ટનો સામાન્ય સુધારો નોંધાવ્યો છે. 8 સેક્ટોરલ્સ ગુરુવારે ઓલટાઇમ હાઇ બનાવ્યા બાદ શુક્રવારે પ્રોફીટ બુકિંગમાં સાધારણ ઘસાયા છે. તો કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ શુક્રવારે પણ 39451 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી નોંધાવ્યા બાદ છેલ્લે 448.26 પોઇન્ટના સુધારા સાથે 39412.48 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સમાં ઇન્ટ્રા-વીક 63,321.40નું ટોપ અને 62,379.86નું બોટમ નોંધાયું

DateOpenHighLowClose
2/06/202362,601.9762,719.8462,379.8662,547.11
5/06/202362,759.1962,943.2062,751.7262,787.47
6/06/202362,738.3562,867.9562,554.2162,792.88
7/06/202362,917.3963,196.4362,841.9563,142.96
8/06/202363,140.1763,321.4062,789.7362,848.64
9/06/202362,810.6862,992.1662,594.7462,625.63

નિફ્ટીમાં શુક્રવારે 71 પોઇન્ટની પીછેહટ

શુક્રવારની વાત કરીએ તો BSE સેન્સેક્સ ઉપરમાં 62,992.16 અને નીચામાં 62,594.74 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 223.01 પોઈન્ટ્સ અથવા 0.35 ટકા ગગડીને 62625.63 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 18,676.65 અને નીચામાં 18,555.40 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 71.15 પોઈન્ટ્સ અથવા 0.38 ટકાના ઘટાડા સાથે 18563.40 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. સેક્ટોરલ ઈન્ડાઈસિસ પૈકી બેન્ક, મેટલ,આઈટી, ટેકનો, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, એફએમસીજી અને ઓઈલ-ગેસમાં ઘટાડાની ચાલ રહી હતી. જ્યારે પાવર, ટેલીકોમ, કેપિટલ ગૂડ્ઝ સેક્ટરમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.03 ટકા અને 0.02 ટકા વધીને બંધ રહ્યા હતા.

BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
SINDHUTRAD24.63+3.58+17.01
BAJAJHIND16.46+1.30+8.58
GENUSPOWER105.20+7.50+7.68
INDIACEM230.20+15.25+7.09
HBLPOWER139.65+9.05+6.93

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
EKI510.40-92.50-15.34
IEX122.60-13.90-10.18
MAHABANK28.35-1.99-6.56
CMSINFO307.55-19.65-6.01
BEPL136.75-7.00-4.87