સેન્સેક્સ 159 પોઈન્ટ વધી બંધ; નિફ્ટી 18800 ક્રોસ
BSE GAINERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Ch. |
LGBBROSLTD | 927.20 | +67.20 | +7.81 |
MOREPENLAB | 31.17 | +2.34 | +8.12 |
JAMNAAUTO | 105.48 | +9.00 | +9.33 |
SHILPAMED | 265.25 | +24.90 | +10.36 |
SAREGAMA | 374.85 | +34.30 | +10.07 |
મુંબઇ, 20 જૂનઃ ભારે વોલેટિલિટી અને સેકન્ડ હાફમાં જોવા મળેલી સાર્વત્રિક લેવાલીથી પાવર, મેટલ, રિયલ્ટી, આઈટી, ટેકનો, બેન્ક, ફાઈનાન્શિયલ અને ઓટો સેક્ટર્સમાં સુધારાની ચાલ રહી હતી. બીએસઈ સેન્સેક્સ 159 પોઈન્ટ્સ વધીને જ્યારે નિફ્ટી 18800ની ઉપર બંધ રહ્યો હતો. આજે ટાટા મોટર્સના શેર 3 ટકા વધ્યા હતા ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન સેન્સેક્સમાં નીચી સપાટીથી 526 પોઈન્ટ્સની રિકવરી નોંધાઇ હતી. અમેરિકામાં યૂએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલની નાણાકીય બાબતો પરની જુબાની પહેલાં શેરબજારમાં શરૂઆતી તબક્કામાં નરમાઈ જોવા મળી હતી. જોકે, બપોર પછી શેરબજારમાં ફરી નીચા મથાળે લેવાલી નીકળી હતી.
BSE LOSERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Change |
MRPL | 75.75 | -2.95 | -3.75 |
IONEXCHANG | 390.25 | -16.45 | -4.04 |
GESHIP | 721.35 | -26.60 | -3.56 |
ZEEL | 173.35 | -11.95 | -6.45 |
TIMKEN | 3,249.70 | -235.80 | -6.77 |
BSE સેન્સેક્સ 63,440.19 અને 62,801.91 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 159.40 પોઈન્ટ્સ વધીને 63327.70 પોઈન્ટ્સ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18,839.70 અને 18,660.65 પોઈન્ટ્સની સપાટી વચ્ચે રમી છેલ્લે 61.25 પોઈન્ટ્સના ઉછાળા સાથે 18,816.70 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
વિવિધ સેક્ટોર્સમાં પણ જોવા મળ્યો આકર્ષક સુધારો
પાવર, મેટલ, રિયલ્ટી, આઈટી, ટેકનો અને ઓટો સેક્ટર્સમાં વેલ્યૂ બાઇંગ જોવા મળી હતી. આજે બીએસઈ પર તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ સુધારાના ઝોનમાં બંધ રહ્યા હતા. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.47 ટકા અને 0.40 ટકા વધીને બંધ રહ્યા હતા.
SEBIની કાર્યવાહીને કારણે IIFL સિક્યોરિટીઝના શેરમાં કડાકો
માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ IIFL સિક્યોરિટીઝ પર આગામી બે વર્ષ માટે નવા ગ્રાહકો લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેના પગલે કંપનીના શેરમાં મંગળવારે 19.24 ટકા સુધીનો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. સેબીની કાર્યવાહી બાદ, IIFL સિક્યોરિટીઝનો શેર 19.24 ટકા ઘટીને રૂ. 57.50ની નીચી સપાટીએ પહોંચી ગયા બાદ છેલ્લે 16.02 ટકાના ઘટાડા સાથે રૂ. 59.75ની સપાટીએ બંધ રહ્યો હતો.