સેન્સેક્સ 9 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 26 પોઇન્ટ સુધરી 18691 પોઇન્ટ બંધ
સેન્સેક્સમાં ઇન્ટ્રા-ડે 283 પોઇન્ટની સાંકડી વોલેટિલિટી અને વોલ્યૂમ્સમાં ઘટાડો
અમદાવાદ, 26 જૂનઃ બીએસઈ સેન્સેક્સ 9 પોઈન્ટ્સ ઘટીને જ્યારે નિફ્ટી 18650ની ઉપર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન BSE સેન્સેક્સ 63,136.09 અને 62,853.67 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 9.37 પોઈન્ટ્સ ઘટીને 62970.00 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18,722.05 અને 18,646.70 પોઈન્ટ્સની સપાટી વચ્ચે રમી 25.70 પોઈન્ટ્સના સુધારા સાથે 18,691.20 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. સન ફાર્માના શેરમાં 9 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ચોક્કસ દિશાના અભાવે રોકાણકારો અવઢવમાં જોવા મળ્યા હતા. શ્રી સીમેન્ટના શેરમાં કંપનીની કરચોરી બહાર આવી હોવાને પગલે 6 ટકાનો કડાકો જોવા મળ્યો હતો.
પોઝિટિવ માર્કેટબ્રેડ્થ છતાં નેગેટિવ સ્ટોક સ્પેસિફિક સેન્ટિમેન્ટ
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
બીએસઇ | 3818 | 1860 | 1783 |
સેન્સેક્સ | 30 | 20 | 10 |
બીએસઈમાં સેક્ટોરલ ઈન્ડાઈસિસ પૈકી ફાર્મા, ઓટો, કન્ઝ્યૂમર, એફએમસીજી અને રિયલ્ટી સેક્ટર્સમાં સુધારાની ચાલ જોવા મળી હતી. બીએસઈ પર તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.04 ટકા અને 0.71 ટકા વધીને બંધ રહ્યા હતા.