સરપ્રાઇઝઃ સન ફાર્માએ Q4માં રૂ. 2227 કરોડની ખોટ નોંધાવી
સન ફાર્માએ માર્ચ-22ના અંતે પુરા થયેલા ચોથા ત્રિમાસિક દરમિયાન આશ્ચર્યજનક રીતે રૂ. 2277.2 કરોડની ખોટ નોંધાવી છે. તેની સામે આગલાં વર્ષના તેટલાં જ ગાળામાં કંપનીએ રૂ. 894.1 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવકો જોકે 10.8 ટકા વધી રૂ. 9446.7 કરોડ (રૂ. 8523 કરોડ) થઇ છે.
સોમવારે શેરની સ્થિતિ
ખુલ્યો | 903.60 |
વધી | 915.50 |
ઘટી | 886.20 |
બંધ | 888.10 |
ઘટાડો | 1.75 ટકા |
ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી
છેલ્લા બે- અઢી માસથી ફાર્મા સેક્ટરની સ્થિતિ શેરબજારમાં સારી નહોતી જ. તેમાંય કંપનીના નબળાં ત્રિમાસિક પરીણામોથી સેન્ટિમેન્ટ થોડો વધુ સમય ખરડાય તેવી દહેશત સેવાય છે.