Infra.Marketએ ટાઇલ્સ માટે 81 મિલિયન ચોરસ મીટરથી વધારે ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી
અમદાવાદ, 29 MAY: બિલ્ડિંગ મટિરિયિલ્સ પ્લેટફોર્મ Infra.Market દેશમાં સ્થાપિત ક્ષમતાની દ્રષ્ટિએ સિરામિક ઉદ્યોગમાં બીજી સૌથી મોટી કંપની તરીકે બહાર આવી છે. કંપની 19 ઉત્પાદન સુવિધાઓમાં 81.57 મિલિયન ચોરસ મીટરની કુલ ઉત્પાદનક્ષમતા ધરાવે છે તથા તેની કુલ આવકમાં 25થી 30 ટકા પ્રદાન નિકાસનું છે, જે એની આંતરરાષ્ટ્રીય કામગીરીને વેગ મળી રહ્યો હોવાનું સૂચવે છે. છેલ્લાં 3થી 4 વર્ષમાં 5 ગણી વૃદ્ધિ સાથે Infra.Market ભારતમાં ઝડપથી પરિવર્તનશીલ સિરામિક બજારમાં પ્રોડક્ટમાં લીડરશિપ અને વધારે કામગીરીથી પ્રેરિત છે.
Infra.Marketની ટાઇલ્સ કેટેગરી મૂલ્ય સાંકળમાં સામેલ વિવિધ પ્રકારના ગ્રાહકોને સેવા આપવા ડિઝાઇન કરેલી એકથી વધારે ખાનગી લેબલ બ્રાન્ડનો માળખાબદ્ધ પોર્ટફોલિયો ધરાવે છે. એમ્સર પ્રીમિયમ સેગમેન્ટમાં સેવા આપે છે, જે મોટા સ્લેબ અને અદ્યતન ફિનિશ પૂરી પાડે છે. આ બ્રાન્ડ ટાઇલ્સ અને ક્વાર્ટ્ઝ ઉત્પાદનો માટે સંતુલિત રેન્જ ધરાવે છે, જેમાં ડિઝાઇનને પ્રાથમિકતા આપવાનો અભિગમ અને સુલભ કિંમત પૂરી પાડે છે.

આ સીમાચિહ્ન પર Infra.Marketના સહ-સ્થાપક આદિત્ય શારદાએ કહ્યું હતું કે, “ભારત ટાઇલ્સ માટે આંતરરાષ્ટ્રીય ઉત્પાદનકેન્દ્ર બની રહ્યું છે, જે દુનિયામાં ત્રીજી સૌથી મોટું સિરામિક કેટેગરી બની છે. સ્થાનિક માગ મૂલ્ય-ઇજનેરી સર્ફેસની ધવાથી અમારું માનવું છે કે સ્કેલ, સ્પીડ અને ડિઝાઇનમાં વિવિધતા સિરામિકમાં લીડરશિપને પરિભાષિત કરશે.” સમગ્ર ભારતમાં મજબૂત નેટવર્ક સાથે Infra.Market 12,000થી વધારેનું ડિલર નેટવર્ક ધરાવે છે. પ્રોજેક્ટ-લિન્ક વેચાણ ઝડપી ગો-ટૂ-માર્કેટ ચક્ર સુનિશ્ચિત કરે છે. પ્રોજેક્ટ વિકસાવવા માટે સોર્સ જરૂરિયાતો તરીકે ટાઇલ્સ અને સેનિટરીવેરની માગ વધવાથી કંપનીને એના વિશિષ્ટ બિઝનેસ મોડલને કારણે પસંદગીના વિક્રેતા તરીકેનો સ્વાભાવિક લાભ મળે છે. ભારતમાં સિરામિક ટાઇલ્સ માટે બજારનું કદ વર્ષ 2023માં આશરે રૂ. 59,500 કરોડ છે તથા વર્ષ 2025ના અંત સુધીમાં રૂ. 70,700 કરોડને આંબી જવાની ધારણા છે. રિયલ એસ્ટેટ વિકાસમાં વેગ, રિનોવેશન કામગીરીમાં વધારો તથા પ્રીમિયમ સર્ફેસની માગ, માળખાગત વિકાસથી સમર્થિત, હાઉસિંગ યોજનાઓ તથા ટિઅર 2 અને 3 શહેરોમાં રિયલ એસ્ટેટમાં વૃદ્ધિને એનાથી વેગ મળ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
