Smallcap, હેલ્થકેર ઈન્ડેક્સ સર્વોચ્ચ સપાટીએ, ટેલિકોમ ઇન્ડેક્સ વર્ષની ટોચે
વિગત | સેન્સેક્સ | ટેલિકોમ | સ્મોલકેપ | હેલ્થકેર |
Previous | 65721 | 1,863.62 | 35070 | 27852 |
Current | 65920 | 1900.00 | 35209 | 28186 |
Open | 65811 | 1,869.14 | 35155 | 27833 |
High | 65978 | 1,906.07 | 35322 | 28195 |
Low | 65748 | 1,869.14 | 35129 | 27832 |
અમદાવાદ, 7 ઓગસ્ટઃ બીએસઇ સેન્સેક્સ બપોરે 12.59 કલાકે 65907 પોઇન્ટની સપાટીએ રમી રહ્યો હતો. ત્યારે હેલ્થકેર અને સ્મોલકેપ ઇન્ડેક્સ ઐતિહાસિક ટોચે રમી રહ્યા હતા. જ્યારે ટેલિકોમ ઇન્ડેક્સ વર્ષની નવી ઊંચાઇએ સ્પર્શી ગયો હતો.
કોરોના મહામારી પૂર્ણ થયા બાદ ફાર્મા સેક્ટરના શેર્સ ઘણા સમયથી પ્રેશરમાં રમતાં હતા. પરંતુ પ્રોત્સાહક પરિણામો, યુએસએફડીએ એપ્રુવલના પગલે ફાર્મા શેરોમાં તેજી જોવા મળી રહી છે. પરિણામે આજે હેલ્થકેર ઈન્ડેક્સ 28194.57ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. S&P BSE Healthcare ખાતે 65 શેરોમાં ઉછાળો અને 33 ઘટાડે ટ્રેડ થઇ રહી હોવાનું આ લખાય છે ત્યારે બીએસઇની વેબસાઇટ અનુસાર જોવા મળી રહ્યું હતું.
ગુજરાતની 4 ફાર્મા કંપનીઓના શેર્સ પણ વર્ષની ટોચે
ફેન્ટાસ્ટીક પર્ફોર્મન્સ નોંધાવનારા ફાર્મા શેર્સ એટ એ ગ્લાન્સ
Company | 52 વીક હાઈ | છેલ્લો | ઉછાળો |
શેલ્બી | 205.40 | 201.50 | 2.54 ટકા |
ઝાયડસ લાઈફસાયન્સિસ | 665.05 | 658.55 | 1.49 ટકા |
એલેમ્બિક ફાર્મા | 797.95 | 791.50 | 1.45 ટકા |
વેલસ્પન ઈન્ડિયા | 117.05 | 114.95 | -0.48 ટકા |
સનોફી ઈન્ડિયા | 7587.95 | 7378.95 | 5.86 ટકા |
એરિસ લાઈફસાયન્સિસ | 837 | 824 | 2.95 ટકા |
ઓરોબિંદો ફાર્મા | 874.20 | 869 | 3.23 ટકા |
ગુજરાતના લિસ્ટેડ 4 ફાર્મા શેર્સમાં પણ વર્ષની નવી ઊંચી સપાટી નોંધાઇ હતી. એલેમ્બિક ફાર્મા, ઝાયડસ લાઈફ સાયન્સ, શેલ્બી, વેલ્સપન ઈન્ડિયાના શેર વર્ષની ટોચે પહોંચ્યા હતા. સનફાર્મા, મેક્સ હેલ્થ, ડિવિસ લેબ, ઓરોબિંદો ફાર્મા, સનોફી ઈન્ડિયા, લુપિન સહિતના શેરોમાં પણ ઉંચા વોલ્યૂમ નોંધાયા હતા. S&P BSE Healthcare ખાતે ટ્રેડેડ Morepen Laboratoriesનો શેર 11 ટકાથી વધુ ઉછાળા સાથે 34.95ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. સનફાર્મા 1.77 ટકા ઉછાળા સાથે 1159, શેલ્બી 205.40ની વાર્ષિક ટોચે પહોંચ્યા બાદ 2.54 ટકા ઉછાળા સાથે 201.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઝાયડસ લાઈફસાયન્સિસ 665.05ની 52 વીક હાઈ સપાટી નોંધાવી 1.49 ટકા ઉછાળા સાથે 658.55 અને એલેમ્બિક ફાર્મા 797.95ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો.