અમદાવાદ, 7 નવેમ્બરઃ દિવાળીના શુભ તહેવારો, ગુરુપુષ્યામૃત યોગ, રવિ પુષ્યામૃત યોગમાં સોનું ખરીદો અને તહેવારો મનાવો…. ઘડામણ ઉપર ડિસ્કાઉન્ટ જેવી લોભામણી જાહેરાતો વાંચીને વસવસો થાય કે, 10 ગ્રામ સોનું ખરીદી લઇએ પણ રૂ. 63000 જેટલું બજેટ તો હોવું જોઇએ ને..? શું તમારી પાસે બજેટ નથી અને સોનું ખરીદવું છે તો આ રહ્યા નાની નાની રકમથી પણ સોનામાં સુગંધ ભળે તેવાં સોનેરી ઇન્વેસ્ટમેન્ટ કિમિયા….

તમે ફિજિકલની જેમ જ ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો અને તે પણ માત્ર રૂ. 500-1000ના બજેટમાં. સોનું ખરીદવું હોય તો ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ ઈટીએફ અથવા સોવરેન ગોલ્ડ બૉન્ડ સહિત અનેક સ્વરૂપોમાં ખરીદી શકાય છે.

ફિજિકલ ગોલ્ડઃ

મોંઘી કિંમત, લોકરના ખર્ચા, ચોરી- લૂંટના ભયથી ભલભલાં ફિજિકલ ગોલ્ડ ખરીદવાના વિકલ્પથી ધીરે ધીરે વિમુખ થઇ રહ્યા છે. હા વાર તહેવાર માટે કે લગ્ન- સગાઇ જેવાં માંગલિક પ્રસંગોએ આજે પણ ફિજિકલ ગોલ્ડ ખરીદવાનો ક્રેઝ યથાવત છે. પરંતુ તમે તેનું ડિજિટલ સ્વરૂપમાં ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને યોગ્ય સમયે તેમાંથી ફિજિકલ ગોલ્ડમાં કન્વર્ટ કરી શકો છો તમારા મૂડીરોકાણને. ફિજિકલ ગોલ્ડ ઘણી રીતે મોંઘું પણ પડી શકે છે તેનું એક ઉદાહરણ લઇએ કે, આભૂષણોની ખરીદી ઉપર મેકિંગ ચાર્જ અને વેચો ત્યારે ઝારણનું મારણ થાય તે અલગ….

ગોલ્ડ ETF (એક્સચેંજ-ટ્રેડેડ ફંડ):

GOLD ETFમાં તમે ઓનલાઇન ખરીદી કરી શકો છો. ઓનલાઇન રોજે રોજ ચેક પણ કરી શકો છે. સાવ મામૂલી રકમથી પણ આ ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ગોલ્ડ ઇટીએફમાં તમે એક ગ્રામ બરાબર પણ ખરીદી કરી શકો છો. જેમાં તમે મહત્તમ શુદ્ધતા સાથેનું સોનું પણ મેળવી શકો છો.

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ:

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં તમે નાનકડી રકમથી એસઆઇપી પણ કરી શકો છો. જેના કારણે તમે માર્કેટની વોલેટિલિટીને પણ ડિસ્કાઉન્ટ કરવા ઉપરાંત માર્કેટપ્રાઇસને એવરેજ કરીને સારામાં સારું રિટર્ન રળી શકો છો. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ઇન્વેસ્કો ઇન્ડિયા ગોલ્ડ ફંડ (ગ્રોથ), એસબીઆઈ ગોલ્ડ ફંડ (ગ્રોથ), HDFC ગોલ્ડ ફંડ, કોટક ગોલ્ડ ફંડ (ગ્રોથ), એક્સિસ ગોલ્ડ ફંડ (ગ્રોથ) અને નિપ્પોન ઇન્ડિયા ગોલ્ડ સેવિંગ ફંડ (ગ્રોથ)ની પસંદગી કરી શકો છો.

સોવરેન ગોલ્ડ બૉન્ડ (એસજીબી):

સોવરેન ગોલ્ડ બૉન્ડ (એસજીબી) એ સોનાના ગ્રામમાં અંકિત સરકારી સિક્યુરિટીઝ છે, જે ફિજિકલ ગોલ્ડના વિકલ્પ તરીકે કામ કરે છે. ભારત સરકાર તરફથી રિઝર્વ બેંક દ્વારા ઓફર કરવામાં આવે છે, અને રોકાણકારને વેચતી વખતે મૂલ્યની રકમના સ્વરૂપમાં ચૂકવણી કરવામાં આવે છે. જેમાં નજીવા વ્યાજનો વિકલ્પ પણ ભળેલો હોય છે.

ડિજીટલમાં રોકાણ કરવાથી ઘણા ફાયદા મળે છે, સરકારી લાયસન્સ પ્રાપ્ત એજેન્સિયન્સ દ્વારા 99.5 ટકા શુદ્ધતા વત્તા સંખ્યાબંધ છૂપા ખર્ચાઓથી બચી શકાય છે. અને નાની નાની રકમના ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ફિજિકલ સોનું ખરીદવાનો લાભ અને આનંદ ઉઠાવી શકાય છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક મારફત સબસ્ક્રાઈબ કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)