કંપનીનું નામ બદલીને “ક્રેસંડા રેલવે સોલ્યુશન્સ લિમિટેડ” કરવાની મંજૂરી

મુંબઈ: 18 નવેમ્બર: અત્યાધુનિક આઈટી, ડિજિટલ મીડિયા અને આઈટી-સક્ષમ સેવાઓમાં વિશેષતા ધરાવતી રેલવે કન્સીઅર્જ સર્વિસ પ્રોવાઇડર કંપની ક્રેસંડા સોલ્યુશન્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 19.49 કરોડની કામગીરીથી આવક નોંધાવી છે, જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 14.13 કરોડની આવકની સરખામણીએ ત્રિમાસિક ધોરણે 38% વૃદ્ધિ દર્શાવે છે. ચોખ્ખો નફો રૂ. 5.1 કરોડ(રૂ. 12 લાખ) થયો છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીનું નામ “ક્રેસંડા સોલ્યુશન્સ લિમિટેડ” થી બદલીને “ક્રેસંડા રેલ્વે સોલ્યુશન્સ લિમિટેડ” કરવાની મંજૂરી આપી છે. જે અન્ય મંજૂરીને આધીન રહેશે.

2023ના પૂર્ણ વર્ષ માટે કંપનીએ રૂ. 6.08 કરોડ (રૂ. 5.1 કરોડ) નોંધાવ્યો હતો. કંપનીએ તાજેતરમાં 9 નવેમ્બર, 2023ના રોજ સંપૂર્ણ માલિકીની પેટાકંપની – “ક્રેસંડા રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ” (ડબ્લ્યુઓએસ) ઊભી કરી છે. કંપનીએ તાજેતરમાં ઈએમયુ ટ્રેનોમાં જાહેરાતની જોગવાઈ અને કન્સીઅર્જ સર્વિસીઝ પૂરી પાડવા તથા જેની પ્રાથમિક જાળવણી ઇસ્ટર્ન રેલ્વે દ્વારા કરવામાં આવે છે તે રેક સાથેની પ્રિમિયમ ટ્રેન તથા મેલ/એક્સપ્રેસમાં જાહેરાત માટે ઈસ્ટર્ન રેલ્વે, રેલ્વે મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી બિડ મેળવી છે. કંપનીએ 27મી સપ્ટેમ્બર, 2023ના રોજ માસ્ટરમાઇન્ડ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડમાં 51% હિસ્સો હસ્તગત કરવા માટે શેર ખરીદી કરાર કર્યો છે.

કંપનીએ અરૂણ કુમાર ત્યાગીને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે, ચંદ્ર પ્રકાશ શર્માને કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર અને ચેરમેન તરીકે, વિજય સોલંકીને ચીફ ટેક્નોલોજી ઓફિસર (સીટીઓ) અને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને રાજકુમાર દિનેશ મસાલિયાને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ઉમેરવાની જાહેરાત કરી છે જે 7 ઓગસ્ટ, 2023થી અમલી રહેશે.

કંપનીએ રૂ. 49.30 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ પૂરો કર્યો છે. કંપનીએ રૂ. 1ની ફેસ વેલ્યુના 2,46,49,209 અંશતઃ પેઇડ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાની દરખાસ્ત કરી હતી જે પ્રતિ રાઇટ શેર રૂ. 20ના ભાવે છે (ઇક્વિટી શેર દીઠ રૂ. 19ના પ્રીમિયમ સહિત) જેનું મૂલ્ય કુલ રૂ. 49.30 કરોડ જેટલું છે.